મહેમદાવાદ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો લીસ્ટેડ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓ તરફથી ખેડા જીલ્લામા તેમજ બહારના જીલ્લામાં લીસ્ટેડ વોન્ટેડ હોય તેવા આરોપીઓને પકડવા માટે તા .૦૬ / ૦૯ / ૨૦૧૭ થી તા .૧૫ / ૦૯ ૨૦૨૦ સુધી સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી. / પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના સમયે અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના આપેલ
જે સુચનાની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ..એમ.ડી.પટેલ એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઇ. નાઓને સુચના આપતા પેરોલ ફર્લો સ્કવોર્ડના સ્ટાફના એ.એસ.આઇ.અરવિંદસિંહ તથા હેડ કોન્સ. હરીશભાઇ તથા હેડ.કોન્સ.વનરાજસિંહ તથા હેડ કોન્સ.ચંન્દ્રસિંહ તથા હેડ કોન્સ.કિરણસિંહ તથા પો.કો.મહેન્દ્રસિંહ તેમજ પો. કો. ચિંતનકુમાર એ રીતેના પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ખાસ ડ્રાઇવ અનુસંધાને સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડથલ બસ સ્ટેન્ડ પાસે આવતા સાથેના હેડ કોન્સ.કિરણસિંહ તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે મહેમદાવાદ પો.સ્ટે . ફ.ગુ.નં .૧૪૨૦૨૦ આઇ.પી.સી કલમ ૪૦૬ , ૪૨૦ , ૪૬૫ , ૪૬૭ મુજબના ગુનાનો નાસતો ફરતો
આરોપી નિઝામખાન અહેમદખાન પઠાણ રહે.રૂદણ પઠાણપુરા તા.મહેમદાવાદ જી.ખેડા નો આજરોજ રૂદણ પઠાણપુરાથી નીકળીને વડથલ પાટીયા ઉપર આવનાર છેઅને તેણે શરીરે સફેદ કલરનું શર્ટ તથા આછા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને ખભા ઉપર લાલ રૂમાલ નાખેલ છે
અને હાથમાં લાકડી રાખીને તેના ટેકા વડે લંગાઇને ચાલે છે જેવી ચોક્કસ બાતમી હકીકત મળતા ઉપરોકત પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ માણસો સાથે વડથલ પાટીયા પાસે આવી તપાસ કરતા ઉપરોકત વર્ણનવાળો ઇસમ મળી આવતા સદર ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ નિઝામખાન અહેમદખાન પઠાણ રહે.રૂદણ પઠાણપુરા તા.મહેમદાવાદ જી.ખેડા નો હોવાનું જણાવતા તેની આજરોજ સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ પકડી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ મહુધા પો.સ્ટે.ખાતે સોંપવામાં આવેલ છે (.તસવીર સાજીદ સૈયદ નડિયાદ )