મહેમદાવાદ : વાંઠવાડી તાબે રામદેવપુરા વિસ્તારમાં પીવાના પાણી માટે નવીન હેન્ડપંપ બનાવાયો
(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)
નડિયાદ 03062019 : ખેડા જિલ્લાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. નડિયાદ ખાતે કલેકટરશ્રી સુધીર પટેલ દ્વારા દર સોમવારે પીવાના પાણીના પ્રશ્રો અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. મહેમદાવાદ તાલુકાના વાંડવાડી ગામે રામદેવપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના હલ માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા નવીન હેન્ડ પંપ બનાવવા બોર બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનાથી આ વિસ્તારના આશરે ર૦૦થી વધુ વ્યક્તિઓને પીવાના પાણીની પડતી તકલીફ નિવારી શકાશે તેમ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી પી.એસ. ડાંગીએ જણાવ્યું છે.
ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અંગેની જે રજૂઆતો મળી છે તેનો પાણી પુરવઠા બોર્ડ દ્વારા નવીન હેન્ડપંપ, નવીન બોર, વધારાની પાઈપલાઈન નાખી તબક્કાવાર હકારાત્મક ઉકેલ કરવામાં આવી રહયો છે જેને પરિણામે ગામડાઓમાં પીવાના પાણીના પ્રશ્રો હળવા થયા છે.*