મહેમાનોનું સ્વાગત ફૂલ-બૂકેથી નહી પણ, નોટબૂકથી કરવુંઃ ગ્રામ વિકાસ મંત્રી
છેવાડાના બાળકો સુધી શિક્ષા પહોચે એવો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે: અર્જુનસિહ ચૌહાણ
(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ તાલુકામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિહ ચૌહાણ દ્વારા જન- આશીર્વાદ યાત્રા અંતર્ગત ધોરણ૧૨ ના વિદ્યાર્થીઓને નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમ રુદણ ગામની આર.કે.એમ વિદ્યાલય, અકલાચા ગામની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અને સરસવણી ગામની બાલાર્ક વિદ્યા વિહારમાં યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે,શિક્ષિત વ્યક્તિ, શિક્ષિત સમાજની રચના કરી શકે છે, ખેડા જિલ્લો રવિશંકર મહારાજ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા શિક્ષિત વ્યક્તિઓનો આ જિલ્લો છે.
મંત્રીશ્રીએ તેમને પોતાના બાળપણમાં શિક્ષણ વખતે નોટબૂકના કારણે શિક્ષામાં પડતી હાલાકીની વાત કરી,અને તે હાલાકી રાજ્યના કોઈ છેવાડાના બાળકોને ન પડે તે માટે ગુજરાત સરકાર કટ્ટીબદ્ધ છે, પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કરોડોના ખર્ચે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને નોટબૂકો આપે છે,
ગ્રામવિકાસ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, લગભગ ૫૦,૦૦૦ જેટલી નોટબૂક જુદી જુદી સંસ્થાઓ દ્વારા તેમને વિદ્યાર્થીઓ માટે આપવામાં આવી છે, અને તે નોટબૂકનું વિતરણ શાળાઓ,અને શિક્ષણને લગતી જુદી-જુદી સંસ્થાઓમાં કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ પણ પ્રકારની શિક્ષા સંબંધી મુશ્કેલીઓન આવે, તે આ કાર્યક્રમનું મુખ્ય હેતુ છે.
વધુમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સારું પરિણામ આવે અને તેમની કારકીર્દી ઉજ્જવળ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું , અને જાે પરિણામ સારું ન આવે તો નાસીપાસ થવું નહી તેમ મંત્રીશ્રી એ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું,
સાથોસાથ તેમણે તેમના ભરૂચ પ્રવાસને યાદ કરતા ભરૂચ કલેકટર તુષાર સુમેરાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે,ક્લેકટર તેમના શિક્ષણકાળમાં ધોરણ ૧૦ ની પરીક્ષા બીજા પ્રયાસે ઉતીર્ણ કરી અને આજે તે ભરૂચ જિલ્લામાં પોતાની કલેકટરની સેવા ગુજરાત સરકારને આપી રહ્યા છે,
વિદ્યાર્થીઓને માતા-પિતાની અપેક્ષા પ્રમાણે સારું શિક્ષણ પરિણામ લાવે અને ઉજ્જવળ કારકીર્દી બનાવે તેવી મંત્રીશ્રી એ આશા વ્યક્ત કરી.તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ ગામના છેવાડા સુધી પહોચે અને લોકો વધુને વધુ યોજનાઓનો લાભ લે અને લોકોને યોજનાઓ વિશે જાગૃતિ આવે તે અપીલ મંત્રીશ્રી એ વિદ્યાર્થીઓને કરી હતી .
આ કાર્યક્રમમાં (રુદણ) ગામના સરપંચશ્રી વિજયભાઈ,ડેપ્યુટી સરપંચશ્રી મહેશ ભાઈ, આર.કે.એમ વિદ્યાલય (રુદણ)ના આચાર્ય કે.ડી.શાહ, તેમજ અકલાચા ગામની શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય આર.ડી.પટેલ તેમજ સરસવણી ગામના આચાર્ય રાજુભાઈ પટેલ અને મહેમદાવાદ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.