મહેશ્વરી સમાજના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા
(પ્રતિનિધિ) ભરૂચ, જેઠ વદ-૯ નમ ના દિવસે મહેશ્વરી સમાજની સ્થાપના કરવામાં આવી હતી.જેથી આ દિવસને મહેશ્વરી સમાજના લોકો વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે.ત્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ,દહેજ,અંકલેશ્વર,
વાગરા અને ઝનોર સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસેલા મહેશ્વરી સમાજના લોકો આ દિવસે એકત્ર થઈ મહેશ ભગવાનની પૂજા યાચના તેમજ શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સમાજના નાના – નાના બાળકો અને યુવા – યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીત સહિત રાસ – ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સમાજના લોકો દ્વારા આ દિવસે વહેલી સવારથી જ પૂજા અને યાચના કરવામાં આવી હતી
અને સમાજના લોકોમાં સંગઠન વધે,સમાજનો આર્થિક વિકાસ થાય,સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું તથા સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના લોકો સમગ્ર કાર્યક્રમ ખૂબજ ઉત્સાહ થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં બાદ સર્વે સાથે ભોજન પ્રસાદી પણ લીધી હતી.