મહેસાણાના ખેરગા ગામે કારે ટક્કર મારતાં ૩ વર્ષના બાળકનું મોત
મહેસાણા: મહેસાણાના ખેરવા ગામમાં એક કાર ચાલકે ટક્કર મારતાં ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.ટક્કર મારી કાર ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. આ અકસ્માતમાં મૃત બાળકના પિતાએ પાલીસ ફરિયાદ નોધાવી છે ,પોલીસે ગુનો નોંધીને કાર ડ્રાઇવરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ખેરવા ગામે કારની ટકકરે ૩ વર્ષના બાળકનું મોત થયું હતુ. કાર ચાલક રમતા બાળકને ટક્કર મારીને ફરાર થયો હતો. મહેસાણા તાલુકા પોલીસે કારના નંબરને આધારે તપાસ હાથ ધરી હતી. વિસનગર તાલુકાના ભાલક ગામે રહેતા એક રાવળ પરિવારના સભ્યો પોતાનું ૩ વર્ષનું બાળક લઈ મહેસાણાના ખેરવા ગામે મહેમાનગતિ કરવા ગયા હતા. ત્યારે તેમનું બાળક અચાનક રમતા રમતા ઘરની બહાર નીકળી ગયું હતુ. અચાનક એક કારચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી આવી બાળકને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે અકસ્માતની જાણ થતાં ઘરની બહાર આવી જાેતા બાળકને અકસ્માતને પગલે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતુ. કાર ચાલકનો નંબર માલુમ પડતા મૃતક બાળકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે કારની ટક્કરે અકસ્માત સર્જી પોતાના ૩ વર્ષના બાળકનું મોત નિપજાવનારા અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મહેસાણા તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે