મહેસાણાના પરિવારની નકલી પાસપોર્ટ-વિઝા સાથે કેનેડા જતા ધરપકડ

દિલ્હીના એરપોર્ટ ઉપર પરિવારની શંકાસ્પદ વર્તણુંકના આધારે સીઆઈએસએફના જવાનોએ ઝડપી લીધા
નવીદિલ્હી, ગુજરાતના એક પુરુષ તેની પત્ની એન તેની દીકરીને નકલી પાસપોર્ટ અને નકલી વિઝા સાથે કેનેડા જવાનો પ્રયાસ કરવા બદલ દિલ્હીના એરપોર્ટ પરથી ઝડપી લેવાયા હતા. આ આખો પરીવાર મહેસાણાનો હતો એમ દિલ્હી એરપોર્ટના એક ઉચ્ચ સ્સરકારી અધિકારીએ ગુરુવારે કહયું હતું.
મહેસાણાનો આ પરીવાર બુધવારે રાત્રે જયારે દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મીનલ-૩માં પ્રવેશયો હતો. ત્યારે ત્યાં હાજર સેન્ટ્રલ ઈન્ડસ્ટઢરીયલ સીકયુરીટી ફોર્સ સીઈઆએસએફ ના જવાનોને જાેઈને થોડો ડરી ગયો હતો તેથી તેઓના ચહેરા પર એક પ્રકારની ગભરામણ અને ડર જાેઈ શકાતો હતો.
જેથી તેઓનું વર્તન પણ થોડું શંકાસ્પદ થઈ ગયું હતું તેથી આઈએસએફના જવાનોનએ તેઓને ઝડપી લીધા હતા. આ પરીવાર દિલ્હીથી અમેરીકાના સાંતાક્રુઝ અને ત્યાંથી જર્મનીના ફેન્કફર્ટ અને ફેમ્કર્ફર્ટથી બ્રાઝીલના સાઓ-પાઉલો થઈને નેકેનેડા જવાના હતા.
એરપોર્ટ પર હાજર અધિકારીઓએ તેના પાસપોર્ટ અને વિઝાની બારીકાઈથી ચકાસણી કરી તો તેમાં અનેક પ્રકારની વિસંગતા જણાઈ હતી.
તે ઉપરાંત કેનેડાની દિલ્હી સ્થિત એમ્બેસી કચેરીએ પણ કહયું હતું કે આ પરિવારના પાસપોર્ટ ઉપર જે વિઝા હતા તે તદન નકલી હતા એમ સીઆઈએસએફના એક અધિકારીએ કહયું હતું. આ પરીવારની વધુ પુછપરછ અને તપાસ હેતુ તેઓને એરપોર્ટ સ્થિત ફોરેનર્સ રીજીયોનલ રજીસ્ટ્રેશન ઓફિસના અધિકારીઓને સોંપી દેવાયા હતા.