મહેસાણાના ૫૦ ટકા સેન્ટરમાં વેક્સિન જ ન આવી,લોકો પરેશાન
મહેસાણા: મહેસાણામાં ત્રણ દિવસ બાદ ગુરુવારથી ફરી શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો પૈકી ૫૦ ટકા સેન્ટરોમાં બપોરે ૧ વાગ્યા સુધી વેક્સિન સ્ટોક ન આવતાં વિસ્તારના લોકો વેક્સિન વગર રઝળપાટ કરીને પરત ફર્યા હતા. ગુરુવારે ૪૫ માં કોવેક્સિન ફાળવવામાં આવી છે, જે શહેરના ૫ સેન્ટરમાં સવારે વેક્સિનેશન શરૂ થયુ હતુ, જાેકે કોવેક્સિનના બીજા ડોઝમાં વેક્સિન લેવા ઘસારો ન હોઇ સેન્ટર મોટાભાગે ખાલી જાેવા મળ્યા હતા.
પીલાજીગંજ ડોસાભાઇ ધર્મશાળા, પરા પંખીઘર, લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર તેમજ ટી.બીરોડ ચકેશ્વરી ફ્લેટ નજીક આંગણવાડી કેન્દ્રમાં સવારે કોવેક્સિનના બીજા ડોઝ માટે લોકોની અવરજવર જાેવા મળી હતી પરંતુ બપોરે એકથી દોઢ વાગ્યા સુધી આ ચારેય સેન્ટરમાં વેક્સિન ન આવી હોઇ લોકો ચક્કર લગાવી પરત ફરતા જાેવા મળ્યા હતા. ઘણા લોકો એક સેન્ટરથી બીજા સેન્ટરના આટાફેરા લગાવ્યા પણ વેક્સિનનો મેળ પડ્યો હતો.
પીલાજીગંજ ડોસાભાઇ ધર્મશાળા ખાતે સવારે ૧૧ વાગ્યે બીજા ડોઝ માટે આવેલ ૬૨વર્ષીય કિશનભાઇ સીંધીએ કહ્યુ કે, ટી.બીના સેન્ટરે પણ જઇ આવ્યા પણ વેક્સિન જ નથી. ઋુતુરાજ વિસ્તારની બે મહિલા પણ પીલાજીગંજમાં વેક્સિન માટે આવેલી પરંતુ ફેરો પડ્યો હતો. લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે ૧૨ વાગ્યે પણ વેક્સિન ન આવતાં ઘણા પરત ફર્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનના બીજા ડોઝમાં ૧૦૦નો સ્ટોક આવ્યો હતો, બપોરે ૧.૧૫ સુધી ૨૦ લોકોએ વેક્સિન લીધી હતી. રાધનપુર રોડ ઓમકારેશ્વર મંદિરે વેક્સિન ચાલુ હતુ. તાલુકા હેલ્થ કચેરીના સુત્રોએ કહ્યુ કે, ઓછો સ્ટોક હોઇ સવારે શહેરના ચાર સેન્ટરમાં બપોરે વેક્સિન ફાળવી વેક્સિનેશન શરૂ કરાયુ હતું, શહેરના ૯ અને ગામડાના ૯ મળીને કુલ ૧૮ કેન્દ્રોમાં ૪૫ કોવેક્સિન માટે કુલ ૧૮૦૦ ડોઝ ફાળવાયા હતા. જ્યારે મહેસાણા સિવિલ અને લાંઘણજ સીએસસી ખાતે ૧૮ થી ૪૪ વયજુથ માટે ૧૫૦-૧૫૦ ડોઝ ફાળવાયા હતા.
માનવઆશ્રમ પોઇન્ટ પ્લાઝામાં સવારે સમયસર કોવેક્સિનના ૨૦૦ ડોઝ આવતા વેક્સિનેશન શરૂ કરાયુ હતું, જાેકે લોકોને ઘસારો ઓછો હોઇ બપોરે ૧ વાગ્યા સુધીમાં માંડ ૮ વ્યક્તિ વેક્સિનેશનમાં આવ્યા હતા. અહિયા ઉમિયાધામના જીતુભાઇ પટેલ તેમની માતાને કોવિશિલ્ડના બીજા ડોઝ માટે આવેલા પરંતુ કોવેક્સિન હોઇ પરત ફરવુ પડ્યુ હતું. આવી જ સ્થિતિ સુવિધાનગરના અનિલભાઇ સુથારની સર્જાઇ હતી.