મહેસાણાના BAMS તબીબ સાથે રૂ.૧૬.૩ર લાખની છેતરપિંડી
પરીક્ષા લીધા વગર MBBSના ખોટાં સર્ટિફિકેટ મોકલી દેવાયા
મહેસાણા, મહેસાણા મ્છસ્જી તબીબને ઉચ્ચ અભ્યાસ માટે ઓનલાઈન રૂ.૧૬.૩ર લાખ ફ્રી ભરાવી પરીક્ષા વગર ખોટા સર્ટિફિકેટ મોકલી દઈ રૂ.૧૬.૩ર લાખની છેતરપીંડી આચરનારા ચાર વિરૂદ્ધ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
મહેસાણામાં રહેતા અને નંદાસણ ખાતે ગણેશ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરતા સુરેશકુમાર અમથાભાઈ પટેલ મ્છસ્જી ડિગ્રી ધરાવતા હોઈ ઉચ્ચ અભ્યાસ માટે ઓનલાઈન સર્ચ કરતા નૈનીતાલના ડો. પ્રેમકુમાર રાજપૂતના સંપર્કમાં આવ્યા હતા.
જેણે મેડિકલ ડિપાર્ટમેન્ટમાં ડો. સાંકેતખાન, મુરાદાબાદ, યુપી તેની ટીમમાં હોવાનું જણાવી રૂ.૧૬.૩ર લાખની ફી ભરીને મ્છસ્જીની ડિગ્રી બુન્દેલખંડ, યુનિવર્સિટી, ઝાંસી મુકામે પરીક્ષા આપીને મળશે તેવું જણાવ્યું હતું. આ યુનિ. સરકાર માન્ય હોવાનું પણ જણાવ્યું હતું. જેથી સુરેશકુમારે તેના જણાવ્યા મુજબ આનંદકુમારના એકાઉન્ટમાં તબક્કાવાર કુલ રૂ.૧૬.૩ર લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ સુરેશકુમાર અવારનવાર પરીક્ષા બાબતે વાત કરવા ડો. પ્રેમકુમારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો ફોન બંધ આવતો હતો પણ માર્ચ-ર૦૧૯માં તેમને એક કુરિયર મળ્યું હતું જેમાં બુન્દેલખંડ યુનિ.ની મ્છસ્જીની માર્કશીટો, ડિગ્રી સર્ટિફિકેટ તથા ઈન્ટર્નશીપ ટ્રેનિંગ સર્ટિ. તથા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હતા જે મેડીકલ કાઉÂન્સલ ઓફ ઈન્ડિયા, દિલ્હી ખાતે તપાસ કરાવતા ખોટા હોવાનું જણાયું હતુ.
જેથી સુરેશકુમારે નંદાસણ પોલીસ મથકે ડો. પ્રેમકુમાર (નૈનીતાલ), આનંદકુમાર (દિલ્હી), અરૂણકુમાર (દિલ્હી) તથા ડો. કેતનખાન (મુરાદાબાદ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.