મહેસાણામાં ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું
મહેસાણા: મહેસાણાના વિસનગરમાંથી નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. વિસનગર એલસીબીએ નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.મહેસાણાના વિસનગરમાં નકલી લાયસન્સ બનાવવાનો પર્દાફાશ થયો છે પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસને શખ્સ પાસેથી નકલી લાયસન્સ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચાર નકલી લાયસન્સ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાના વિસનગરમાંથી નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. વિસનગર ન્ઝ્રમ્એ નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મહત્વું છે કે ગ્રાહકોના ટેસ્ટ વગરના લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હતું જેની એલસીબીને બાતમી મળતા તપાસ હાથ ધરી હતી જેમાં વસીમખાન ચૌહાણ નામના શખ્સ પાસેથી ૪ જેટલા નકલી લાયસન્સ મળી આવ્યા હતા.
મહત્વનું છે કે વસીમખાન ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહક સેવા નામની દુકાન ચલાવે છે અને તે ગ્રાહકોને ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનું કહેતો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે ગ્રાહક સેવા દુકાન પણ દરોડા પાડ્યા હતા.
આરોપી વસીમખાને અત્યાર સુધીમાં કેટલા લોકોને આવા નકલી લાયસન્સ મેળવી આપ્યા છે અને કોને કોને આપ્યા છે તેમજ વસીમખાન નકલી લાયસન્સ બનાવવાનો ધંધો કેટલા સમયથી કરે છે તેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે પોલીસે વસીમખાન ચૌહાણ નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ જે લોકોએ નકલી લાયસન્સ મેળવ્યા છે તેમની સામે પણ તપાસ કાર્યવાહી હાથ ધરી શકે છે.