મહેસાણામાં થયેલા માર્ગ અકસ્માતમાં એકનું મોત
મહેસાણા, મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિર પાસે અકસ્માત પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે અકસ્માત સર્જયો,કાર સવારનું સારવાર દરમિયાન મોત મહેસાણામાં મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં મોઢેરા સૂર્યમંદિર પાસે અકસ્માત પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે ટ્રક સાથે ટક્કર મારતા કાર ચાલક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.
કાર સવારની ઝડપ એટલી બધી હતો કે રોડ પર પાર્ક કરાયેલા ટ્રક સાથે કાર અથડાતા જ કારનો ભૂકા બોલાઈ ગયો હતો. જ્યારે કાર ચાલકને ગંભીર ઈજા થતા તેના તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે ઘટના બાદ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
જાે કે કારની તપાસમાં કાર ચાલક ૧૦૦થી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા કરતા કારની સ્પીડનો કાંટો ૧૦૦ પર અટકેલો જાેવા મળ્યો હતો અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પરતું પોલીસે ટ્રાફકજામને હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.HS