Western Times News

Gujarati News

મહેસાણામાં મજૂરી કરવા લાવેલી યુવતીને ૧૪ દિવસ ગોંઘી રાખી દુષ્કર્મ આચર્યુ

Files Photo

મહેસાણા: ઉત્તર ગુજરાતની સરહદ રાજસ્થાન સાથે હોવાના કારણે ઉત્તર ગુજરાતના અનેક ગામ અને શહેરો રાજસ્થાનના કેટલાય લોકો માટે રોજગારીનું ઉત્તમ સ્થાન છે. રાજસ્થાનથી મહિલાઓ પુરૂષો અને યુવક-યુવતીઓ રોજગારી રળવા ઉત્તર ગુજરાતમાં આવે છે. જાેકે, મજબૂરીની આ મથામણમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય! આવી જ એક ઘટના મહેસાણાના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ સહિતના આરોપોના કેસમાંથી સામે આવી છે. પોલીસ મથકમાં મહેસાણાના અમરાપુરમાં એક રાજસ્થાની યુવતીને ઘરકામ માટે લવાયા બાદ ૧૪ દિવસ એક રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવતા હડકંપ મચી ગયો છે. યુવતીએ મહિલા હેલ્પલાઇનો સંપર્ક કરતા તેને છોડાવી લેવામાં આવી હતી ત્યારબાદ તેના પિતા સાથે જઈ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે મૂળ રાજસ્થાનના ઋષભદેવની એક યુવતીને મજૂરીકામ અર્થે આરોપી કરણ શંકર મીણા રહે રાજસ્થાન ઉદયપુર, રમેશ અને જીતુ નામના શખ્સો મજૂરી અર્થે લઈ જવાનું કહી ખેરવાડા રાજસ્થાનથી લઈ ગયા હતા. આ શખ્સોએ મંગીબેન રાવળ, રણજિતસિંહ ચૌહાણ, સીતાબેન રણજિતસિંહ નામના આરોપીઓ સાથે મળી અને પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે મહેસાણાના અમરાપુર ખાતે ઘરકામ કરવા માટે મૂકી ગયા હતા.

દરમિયાન આરોપી ઠાકોર રાજાજી, ઠોકાર વિજય બાબુજી, ઠાકોર શારદાબેન બાબુજી, ઠાકોર કૈલાસબેન બાબુજી, ઠાકોર ચંદ્રિકાબેન બાબુજીએ આ યુવતીને તારીખ ૧૦મી જૂનથી ૨૪મી જૂન સુધી એક રૂમમાં ગોંધી રાખી હોવાનો આરોપ છે.યુવતીના આરોપ મુજબ તેને એવું કહેવામાં આવ્યું હતું કે ‘અમે તને ૧.૫૦ લાખમાં વેચાતી રાખી છે.’
યુવતીની ફરિયાદ મુજબ આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ તેનો મોબાઇલ પડાવી લીધો હતો.

જાેકે, આ યુવતીની ફરિયાદથી હડકંપ ત્યારે મચ્યો જ્યારે તેણે આક્ષેપ કર્યો કે આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ અવારનવાર તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું. જાેકે, યુવતીએ યેનકેન મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા તેને છોડાવી લેવામાં આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રખાઈ હતી. આ મામલે મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ ૩૬૩, ૩૭૬(૨)(એન), ૩૪૪, ૩૯૨, ૧૨૦બી, એટ્રોસિટી એક્ટ કલમ ૩ (૨), (૫), ૩(૨)(૫-છ), તથા પોક્સો એક્ટ કલમ ૪-૫(એલ), ૬,૮,૧૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.