મહેસાણામાં યુવકે અંતિમ વીડિયો બનાવી મોઢેરા કેનાલમાં લગાવી મોતની છલાંગ
મહેસાણા: આપઘાતની એક હચમચાવી નાખતી ઘટના ચાણસ્માથી સામે આવી છે. અહીંયા ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો તૈયાર કરી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી. જાેકે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને બચાવવા માટે કોઈ આવી શક્યું નહોતું. કિનારે ઉભેલા કેટલાક લોકોએ તરવૈયાના અભાવે પોતાનો જીવ જાેખમમાં મૂક્યો નહોતો. આપઘાતનો આ લાઇવ વીડિયો ઉત્તર ગુજરાતમાં ખૂબ ફેલાઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયો પર દુખ ઠાલવી રહ્યા છે.
બનાવની વિગતો એવી છે કે ગઈકાલે મોઢેરા કેનાલમાં ચાણસ્માના ગંગેટના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જાેકે, આ યુવકે આપઘાત કરતાં પહેલાં એક અંતિમ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું. યુવકને તરફડિયા મારતા જાેઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં આ યુવક ડૂબી ગયો હતો.
યુવકે વીડિયોમાં કહ્યું, ‘મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ ફ્રેન્ડ્સ, મોમ ડેડ બાય બાય….’
આ યુવકે આત્મહત્યા કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને મરતા જાેઈ રહેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જાેકે, આ યુવકને મદદ મળે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો. ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો. આમ એક કથિત માનસિક બીમારીએ આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો.
થોડા સમય પહેલાં જ અમદાવાદમાં આયેશા નામની યુવતીએ પતિ સાથે થયેલી તકરારોથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેણે હસતા મોઢે સાબરમતી રીવરફ્રન્ટ પરથી મોતની છલાંગ લગાવી અને જિંદગી હોમી નાખી હતી. આયેશાની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો. જાેકે, આ યુવકે પણ આવી રીતે જ કેનાલ પરથી અંતિમ વીડિયો બનાવી મોતની છલાંગ લગાવી હતી.