મહેસાણામાં સિવિલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો
મહેસાણા: સમગ્ર રાજ્ય કોરોના વકરી રહ્યો છે આ મોતના વાઇરસ સામે લડત આપવામાં ડોકટર અને નર્સિંગ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો છે. જ્યારે આજે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારથી નારાજ થયેલા નર્સિંગ એસોસિએશન દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં ૩૫ જેટલા નર્સિંગ કર્મચારીઓએ કાળી પટ્ટી અને મૌન પાળી વિરોધ કર્યો હતો. જાેકે પોતાની ફરજ ચાલુ રાખી હતી.
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર સિવિલ ખાતે આજે નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને ૩૫ નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પોતાની ફરજ પણ ચાલુ રાખી હતી. નર્સિંગ કર્મચારીઓ સાતમા પગારપંચ, સીપીએફ, પ્રમોશન સહિતની આઠ જેટલી માંગણી મુદ્દે લડત આપી રહ્યા છે.
નર્સિંગ સ્ટાફની લડત ૧૨ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી ચાલુ રહેશેનર્સિંગ સ્ટાફ દ્વારા ૧૨ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી કાળી પટ્ટી બાંધી લડત ચાલુ રાખવામાં આવશે. તેમજ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપવામાં પણ આવશે. આખા ગુજરાતમાં ૧૨૦૦ જેટલા નર્સીગ કર્મચારી આજે આ વિરોધમાં જાેડાયા છે.
અમારા વિરોધથી દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ નહીં પડેઃ નર્સિંગ એસોસિએશનઆ અંગે ય્સ્ઈઇજી નર્સિંગ એસોસિએશનના ઉપ પ્રમુખ બાબુલાલે જણાવ્યું હતું કે, અમે આજે વડનગરમાં સિવિલ ખાતે ૩૫ જેટલા નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે, અને અમે આવનારા અઠવાડિયામાં એક દિવસ આ પ્રમાણે વિરોધ નોંધાવીશું. તેમજ અમારી માંગો સરકાર સંતોષે એજ અમે ઇચ્છીએ છીએ. તેમજ અમારા આ વિરોધમાં અમે અમારી કામગીરી ચાલુ રાખીશુ તેમજ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ અમે નહીં પડવા દઈએ અને અમારો વિરોધ અમે ચાલુ રાખીશું.