Western Times News

Gujarati News

મહેસાણામાં સેનીટાઈઝર છાંટીને મહિલાની આત્મહત્યા

મૃતકને પેહલાં સંતાનમાં પુત્રી થતાં પુત્રની ઈચ્છા રાખીને સાસરીયા વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતી

મહેસાણા: ભલે એમ કહેવાતું હોય કે જમાનો બદલાઈ ગયો છે, સ્ત્રી પુરુષ સમોવડી ગણાય છે, પણ તેમ છતાંય આજે પણ આપણાં જ સમાજમાં કેટલાંક એવા કિસ્સા બને છે જે ખરેખર આપણને વિચાર કરવા પર મજબુર કરી દે છે કે શું ખરેખર આપણે એક સુધરેલી વિચારધારા વાળા સમાજમાં રહીએ છીએ. આવો જ એક કિસ્સો બન્યો છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં. જ્યાં પુત્ર પ્રાપ્તિ માટે સાસરિયાઓ વહુ પર ત્રાંસ ગુજારતા હોવાથી પરિણીતાએ જીવન ટુંકાવી દેવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ સ્થિત ગ્રીનપાર્ક સોસાયટીમાં રેહતી પરિણીતા એ પોતાના શરીર પર સેનેટાઈજર છાંટી અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી હતી. મૃતક ને પેહલા સંતાનમાં પુત્રી થતા

સાસરીયા અવારનવાર ત્રાસ આપતા અને પુત્ર ની ઈચ્છા સાથે માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. જેને કારણે આખરે કંટાળીને પરિણીતા એ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સાસુ સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ મૃતકની માતાએ નોધાવી છે.

હાલ બી ડીવીજન પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ચાણસ્મા ના વડાવલી ગામની વિધિ અમરતભાઈ પટેલ ના બે વર્ષ પૂર્વે મહેસાણા ગ્રીન પાર્ક સોસાયટી માં રેહતા રોનક જયંતીલાલ પટેલ સાથે થયા હતા શરૂઆત ના સમય માં પતિ સાસુ સસરા સારી રીતે રાખતા પરંતુ મનમાં દીકરાની લાલછા હોઈ વિધિ ને પહેલાં દીકરી નો જન્મ આપતા સાસરીયા એ વિધિ ને ત્રાસ આપવાનું શરુ કર્યું. સાસરિયાઓ અવાર નવાર વહુને ત્રાસ આપી મેણા ટોણા મારી હેરાન કરવા લાગ્યા હતા. સાસરિય નો ત્રાસ થી કંટાળી ને વિધિ ૩ વખત પિયર જતી રહી હતી.

તેમ છતા સાસરિય ત્રાસ આપવાનું બંધ ના કરતા આખરે પરિણીતાએ ગત ૨૪ મેંના રોજ અગ્નિસ્નાન કરી પોતાનું જીવન નો અંત લાવી દીધો. આ સમગ્ર મામલે મૃતક ની માતાએ પતિ રોનક સસરા જયંતીલાલ મગનદાસ પટેલ અને સાસુ કોકીલાબેન જયંતીલાલ પટેલ વિરુદ્ધ બી ડીવીઝન મથકે ફરિયાદ નોધાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. જાેકે, કહેવાતા શિક્ષિત અને સભ્ય સમાજ માટે આ કિસ્સો કાળા ધબ્બા સમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.