મહેસાણા: બળાત્કારના ગુનામાં ફરાર આરોપી વડનગરથી ઝડપાયો
મહેસાણા, મહેસાણા જિલ્લામાં પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને પકડવા અંગેની મહેસાણા પેરોલ ફ્લો ટીમ કામગીરી દરમિયાન વિસનગર તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આઠ માસથી ફરાર આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો હતો.
વિસનગર તાલુકા પોલીસ મથકમાં આઠ માસ અગાઉ અપહરણ અને બળાત્કારના ગુનામાં વડનગરના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો આરોપી છેલ્લા આઠ માસથી ફરાર હોઈ પોલીસ તેણે શોધી રહી હતી. આ કેસ મામલે મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી કે, આ કેસનો આરોપી ઠાકોર મિતેષ વડનગરમાં આવેલા રાજહંસ ગેસ્ટ હાઉસ નીચે ઉભો છે.
બાતમી આધારે મહેસાણા પેરોલ ફ્લોની ટીમે વડનગર જઈને આરોપીને દબોચી લીધો હતો અને તેણે ઝડપી વધુ કાર્યવાહી માટે વિસનગર તાલુકા પોલીસને સોંપ્યો હતો.HS