મહેસાણા એરફિલ્ડમાં એનસીસીની ફ્લાઇંગ ટ્રેનિંગ શરૂ કરાઈ
અમદાવાદ, અમદાવાદ ગ્રૂપ હેઠળ નંબર 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન નેશનલ કેડેટ કોર્પ્સે 7 જૂન, 2019નાં રોજ મહેસાણામાં ફ્લાઇંગ ટ્રેનિંગ શરૂ કરી છે. પ્રથમ ટ્રેનિંગ ફ્લાઇટ વિંગ કમાન્ડર જે એચ માંકડ કમાન્ડિંગ ઓફિસર 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન એનસીસીએ કેડેડ ધ્યેય રાઠોડ સાથે હાથ ધરી હતી. અમદાવાદ એર સ્ક્વૉડ્રનનાં કેડેટ માટે માઇક્રોલાઇટ ફ્લાઇંગની તાલીમ વર્ષ 2003થી વડોદરામાં આપવામાં આવે છે, કારણ કે અમદાવાદમાં એર ટ્રાફિક વધારે ગીચ રહે છે.
એર વિંગનાં તમામ કેડેટ્સ ઝેન એર માઇક્રોલાઇટનો હવાઈ અનુભવ મેળવશે અને પસંદ થશે એ કેડેટ્સ ઓક્ટોબર, 19માં જોધપુરમાં આયોજિત ઓલ ઇન્ડિયા વાયુ સૈનિક કેમ્પમાં એનસીસી ડીટીએનું પ્રતિનિધિત્વ કરશે. નંબર 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન અમદાવાદની વિવિધ શાળાઓ અને કોલેજો તથા આસપાસનાં વિસ્તારોમાંથી એનસીસી કેડેટ્સને તાલીમ આપે છે, જેમાં માઇક્રોલાઇટ વિમાન પર ઉડાન ભરવાની તાલીમ સામેલ છે.