મહેસાણા જિલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં કુલ ૨૭.૫૨ કરોડની વેરા વસુલાત બાકી
મહેસાણા, મહેસાણા જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં કુલ ૬૧૦ જેટલી ગ્રામ પંચાયતો છે. જેમાં ૩૬.૬૯ કરોડ જેટલી વેરા વસુલાત બાકી છે. છેલ્લા બે માસમાં કુલ ૯.૧૭ કરોડ વસુલાત કરવામાં આવી છે. વેરા વસુલાતની નબળી કાર્યવાહીના કારણે આજે પણ ૨૭.૫૨ કરોડ જેટલી રકમની વેરા વસુલાત બાકી જાેવા મળી રહી છે.
મહેસાણા જિલ્લામાં વેરા વસુલાતની કામગીરીદેશના અર્થતંત્ર માટે મહત્વની ભૂમિકા નિભાવતા વેરા વસુલત (Tax collection)ની કામગીરીને કોરોના ગ્રહણ લાગ્યા બાદ મહેસાણા જિલ્લામાં પુનઃ વેરા વસુલાતની કામગીરી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા પંચાયતો હસ્તકની કુલ ૬૧૦ ગ્રામ પંચાયતો(Gram Panchayat)માં કુલ ૩૬,૬૯,૬૮,૪૧૦ જેટલી બાકી વેરા વસુલાત સામે છેલ્લા બે મહિનામાં ૯,૧૭,૧૪,૫૪૭ જેટલી વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે.
જેમાં ગત ઓગસ્ટ ૨૦૨૧ માસ દરમિયાન કુલ ૬,૯૨,૭૭,૦૪૯ રકમ અને સપ્ટેમ્બર માસમાં ૨,૨૪,૩૭,૪૯૮ જેટલી રકમની વેરા વસુલાત કરવામાં આવી છે.
જે હાલમાં ઓક્ટોમ્બર માસની સ્થિતિએ જિલ્લાની કુલ ૬૧૦ ગ્રામ પંચાયતોમાં બેચરાજી તાલુકા પંચાયત સિવાય ૯ તાલુકા પંચાયતોમાં પાછલી ૧૧,૬૯,૦૮,૩૩૫ રકમની વેરા વસુલાત અને ચાલુ વર્ષની ૧૫,૮૩,૪૫,૫૨૮ જેટલી રકમની વેરા વસુલાત બાકી છે. હાલમાં કુલ ૨૭,૫૨,૫૩,૮૬૩ જેટલી વેરા વસુલાત બાકી રહી છે જેમાં બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત અને બાકી વેરા મામલે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.SSS