મહેસાણા જિલ્લામાં અષાઢી બીજની રથયાત્રાને પગલે વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ
મહેસાણા,મહેસાણા જિલ્લામાં ૦૧ જુલાઇના રોજ રથયાત્રાને પગલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે.
મહેસાણા,વિસનગર શહેર,વડનગર,કડી ,લાંઘણજ ખાતે રથયાત્રા કાઢવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ તકેદારીના ભાગ રૂપે મહેસાણા ટાઉન વિસ્તાર,વિસનગર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર,વડનગર પોલીસ સ્ટેશન વિસ્તાર,કડી પોલીસ સ્ટેશન વિસ્તાર,લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચે જણાવેલ વિસ્તારોમાં આવેલ જાહેર માર્ગ પર કોઇએ નિકળવા પર,કોઇપણ માર્ગ જાહેર રાહદારી રસ્તાઓ,રાજમાર્ગો, શેરીઓ,ગલીઓ,પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યા ઉપર રહેવા ઉપર અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે
મહેસાણા ટાઉન વિસ્તારમાં (૧) અવસર પાર્ટી પ્લોટથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળી મોઢેરા ચોકડી થઇ ઘી કોટા વિસ્તાર (૨૬)માતોર (૨૬) જુના ચાચરે (૨૭) સ્વામી નારાયણ મંદિર વિસ્તારથી પરત ગોપાળજીના મંદિરે પરત ફરશે.
આ જાહેરનામું મહેસુલ, પોલીસ, હોમગાર્ડ ,સીવીલ ડીફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ,સંરક્ષણ દળ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, નગરપાલિકાની આવશ્યક સેવાઓ, સાથે સંકળાયેલા કર્મચારીઓ,ઇલેક્ટ્રોનિક મીડીયા કર્મી અને પ્રિન્ટ મિડીયા કર્મી (કાર્ડ સાથે રાખવાનું રહેશે), મહેસાણા જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ અધિક્ષકશ્રી મહેસાણાના તરફથી ફરજના ભાગ રૂપે અનિવાર્ય સંજાેગોમાં આવવા જવા માટે ખાસ પરવાનો આપવામાં આવેલ હોય તેવા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, મહેસાણા જિલ્લાના વિસનગર શહેર,વડનગર,કડી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત દર્શાવેલ વિસ્તારમાંથી બહાર આવન-જાવન કરતા મુસાફરોને રેલ્વે ટીકીટ બસ ટીકીટ તથા એર ટીકીટ રજુ કેરથી આવન-જાવન કરી શકશે.
ઇમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સ,બિમાર તથા ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર અર્થે લઇ જવા લાવવા સારૂ ખાનગી વાહનો ઇમરજન્સી સંજાેગોમાં આવન-જાવન કરી શકશે. વિસનગર શહેર,વ઼ડનગર કડી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત વિસ્તારમાંથી કોર્ટમાં કામ કરતા કર્મચારીઓ તથા કોર્ટમાં કામકાજ અર્થે આવતા વકીલશ્રીઓ ઓળખપત્ર રજુ કરેથી આવન-જાવન કરી શકશે. ઉપરોક્ત દર્શાવેલ વિસ્તારમાં આવેલ સરકારી,અર્ધ સરકારી કચેરીઓ,કચેરીઓમાં ફરજ
બજાવતા અધિકારીઓ,કર્મચારીઓ પોતાનું ઓળખપત્ર બતાવી આવન-જાવન કરી શકશે. ભગવના જગન્નાથની પરંપરાગત રથયાત્રામાં ભાગ લેવા માટે રથ,ખલાસીઓ,આયોજકો જેઓની પોલીસ અધિક્ષકશ્રી મહેસાણાએ મંજુરી આપેલ હોય સહિતના આવન જાવન કરી શકશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ અનુંસાર શિક્ષાને પાત્ર થશે, આ જાહેરનામાનો અમલ સવારે ૦૬ કલાકથી ૨૦ કલાક સુધી રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.HS2KP