મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત ૩ લોકોના મોત

પાટણ: પાટણ જિલ્લાના ચાણસ્મા અને મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક બાળકી સહિત કુલ ત્રણના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકને બચાવવા જતા દુર્ઘટના ઘટી હતી.
અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.