મહેસાણા ૫૬,૩૪૫ ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં રૂ ૧૪.૯૯ કરોડની સહાય ચૂકવાઇ

મહેસાણા, ગંગા સ્વરૂપા મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા દર માસે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ રૂપિયા ૧,૨૫૦ ની પેન્શન સહાય આપવામાં આવે છે. જેથી નિરાધાર ગરીબ ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાય મળવાથી તેમને આર્થિક સધિયારો મળી રહે છે.
મહેસાણા જીલ્લાના ૫૬,૩૪૫ ગંગા સ્વરૂપા મહિલાઓને જાન્યુઆરી- ફેબ્રુઆરી ૨૦૨૨ માસમાં એરીયર્સ સાથે ડીબીટી થી રૂ. ૧૪,૯૯,૬૩,૭૫૦ કરોડની સહાય સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.
સરકાર દ્વારા ૨૧ વર્ષના હયાત પુત્રની મર્યાદાને માર્ચ- ૨૦૧૯ બાદ દૂર કરાતાં લાખો મહિલાઓને આજીવન નિયમિત પેન્શન મળતુ થયુ છે આમ આ યોજના લાખો ગંગા સ્વરૂપા બહેનો નો આધાર સ્તંભ બની ને સ્થાપિત થયેલ છે તેમ મહિલા અને બાળ અધિકારી મુકેશ પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.HS