મહેસુલી કર્મીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર લીંબોદ્રા એન્જિનિયરીંગ કોલેજ ખાતે યોજાઇ
લુણાવાડા: મહીસાગર જિલ્લાના મહેસુલી કામગીરી સાથે સંકળાએલા જિલ્લાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી. બારડના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીની ઉપસ્થિતમાં લુણાવાડા તાલુકાના લીંબોદ્રા એસ.બી. પટેલ એન્જિનિયરીંગ કોલેજ ખાતે યોજાઇ.
આ અવસરે મહેસુલી અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓને માર્ગદર્શન આપતાં જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે જણાવ્યું હતું કે, મહેસુલી પ્રક્રિયાની કામગીરી ઝડપી અને અસરકારક રીતે થાય તે માટે આપણું કર્તવ્ય છે. ત્યારે મહેસુલી લગતા પ્રશ્નો નિયત અવધિમાં નિકાલ થાય તે માટે સર્તકતા દાખવવી જરૂરી છે.
ચિંતન શિબિરમાં મહેસુલી કામગીરીનું માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહેસુલી સેવાને લગતા કાયદો, નીતી અને કામ કરવાની સરળ પધ્ધતિ મહેસુલી વિભાગને લગતા જટીલ પ્રશ્નોનો સત્વરે ચોક્કસાઇ પૂર્વક નિકાલ કરવા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ ચિંતન શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.ઠક્કર, નિવૃત અધિક કલેક્ટર શ્રી એન.એ.પટેલ, તજજ્ઞ શ્રીમતી મેઘા જોષી, પ્રાંત અધિકારીશ્રી બ્રીજેશ મોડીયાવગેરે મહેસુલી કામગીરી વિશે જાણકારી આપી હતી. અને જિલ્લાના મહેસુલી વિભાગના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં અધિકારીઓ અને કર્મચારીઓએ મહેસુલી વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી અરજદારોના પ્રશ્નોનુ નિરાકરણ માટે ઝડપી-સરળતાથી કામગીરી કરવા માટે સમજ આપવામાં આવી હતી.