મહેસુલ મંત્રીના ભાઇએ આત્મહત્યા કરી લીધી
અમદાવાદ, અમદાવાદમાં ભાજપના કેબિનેટ મંત્રી કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગૌતમ પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે. રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ બોપલ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય નાયબ જિલ્લા પોલીસ અધિકારી કે.ટી. કામરિયાએ કહ્યું હતું કે, ગૌતમભાઈએ પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો હતો. અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે.