Western Times News

Gujarati News

મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ-પારદર્શીતા-સ્વચ્છ વહિવટની અનેક પહેલમાં વધુ એક સીમાચિન્હ

રાજ્યમાં હવે કૃષિ-પશુપાલન યુનિવર્સિટી-મેડીકલ-ઇજનેરી કોલેજો કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી લેવી નહિં પડેકૃષિ-પશુપાલન-શિક્ષણ-આરોગ્ય સહિત ઔદ્યોગિક વિકાસને મળશે વેગ

મુખ્યમંત્રીશ્રીએ કરેલા નિર્ણયથી ઊદ્યોગ સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલી નિવારી શકાશે-અત્યાર સુધી પડતર રહેલી જમીનોનો સક્ષમ ઉપયોગ થઇ શકશે

રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે ખરીદેલી જમીનનો  ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તો જોગવાઇઓ મુજબ  ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચાણ થઇ શકશે

પ્રમાણપત્ર મળ્યા બાદના ૩ થી પ વર્ષ માટે ૧૦૦ ટકા-પ થી ૭ વર્ષ માટે  ૬૦ ટકા-૭ થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા-૧૦ વર્ષ પછી રપ ટકા પ્રવર્તમાન જંત્રીની  નક્કી કરેલી કિંમતે આવી જમીન વેચાણ કરી શકાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે.  મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગણોત કાયદાઓની જોગવાઇઓમાં આ હેતુસર મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલશે. એટલું જ નહિ, રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂડીરોકાણો પણ આકર્ષિત કરી શકાશે.  રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી – મંજૂરી નહિ લેવી પડે.

આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થામાં અંત આવશે.

ગુજરાત મેડીકલ-એન્જીનીયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથોસાથ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સહિતનું હબ બન્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે.

ગુજરાત વાયબ્રન્ટ સમિટની સફળતાઓ અને રાજ્ય સરકાર દ્વારા ઊદ્યોગ ક્ષેત્રને અપાતા પ્રોત્સાહનોને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ઊદ્યોગોના આ વિકાસને પરિણામે રોજગારીની તકો પણ વિશાળ પાયે ઊભી થયેલી છે.

રાજ્ય સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનોને કારણે રાષ્ટ્રના અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતનો ફાળો ઉત્તરોત્તર વધીને ર૦૧૮-૧૯માં ૧૬.૮પ ટકા જેટલો થયો છે.  ઔદ્યોગિક ક્ષેત્રને વધુ પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે ગણોત કાયદાઓમાં પણ સુધારાઓ માટે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કર્યો છે.

તદઅનુસાર રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં ય્ડ્ઢઝ્રઇની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે.

આવા કિસ્સાઓમાં પ્રમાણપત્ર મળ્યા બાદ ૩ થી પ વર્ષ માટે ૧૦૦ ટકા, પ થી ૭ વર્ષ માટે ૬૦ ટકા, ૭ થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા અને ૧૦ વર્ષ પછી રપ ટકા પ્રવર્તમાન જંત્રીની નિયત કરેલી રકમ લઇને જ વેચાણ થઇ શકશે.
આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે.

ડેટ રીકવરી-દેવા વસુલી, દ્ગઝ્રન્્‌, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયથી ઔદ્યોગિક સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાઓને સરળ-પારદર્શી અને સ્વચ્છ વહિવટ માટેની જે અનેક પહેલો કરી છે તેમાં આ નિર્ણય વધુ એક સિમાચિન્હ બનશે.

ઊદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે.  કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત મેડીકલ, ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં પણ વિકાસની ક્ષિતીજો ખૂલતાં મુખ્યમંત્રીશ્રીની ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની નેમ પાર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.