માંગરોળના નિવૃત્ત ફોરેસ્ટરના મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/thief-stole-scaled.jpg)
સુરત, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મોટી પારડી ગામે રહેતા નિવૃત્ત ફોરેસ્ટરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
રાત્રિના ૧ વાગ્યાની આસપાસ તસ્કરોએ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મુકેલ રોકડા રૂ. ૫ લાખ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૬.૧૫ લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
નિવૃત્ત ફોરેસ્ટરના પી.એફના પૈસા ખાતામાં જમા થતાં તેઓ ૫ લાખ રૂ. ખેતીવાડીના કામ માટે ઉપાડી લાવી ઘરમાં મૂક્યા હતા. જાેકે બે અજાણ્યા તસ્કરો આ રકમની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં મોટી પારડી ગામે રહેતા પ્રવિણસિંહ ચંદ્રસિંહ મહીડા (ઉ.વ.૬૧) નાઓ કે જે ૨૦૧૯ના વર્ષમાં માંગરોળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા. ગત તા-૯ ફેબ્રુઆરીના રોજ તેમના પી.એફના પૈસા પોસ્ટ ઓફિસ કોસંબા ખાતે જમા થયા હતા.
જેમાંથી તેઓ ૫ લાખ રૂપિયા રોકડા ઉપાડી લાવી ઘરમાં મૂક્યા હતા. ત્યારબાદ ૨૧ માર્ચના રોજ તેઓ પત્ની સાથે અમદાવાદ ખાતે રહેતા તેમના મિત્રને ત્યાં ગયા હતા અને ત્યાંથી તેઓ અંબાજી ધામ ફરવા ગયા હતા અને ત્યાંથી પરત અમદાવાદ ખાતે મિત્રના ઘરે આવી ગયા હતા.
ત્યારે પુત્ર ધવલે પ્રવીણસિંહને ફોન કરી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતું. જેથી પ્રવીણસિંહ પત્ની સાથે મોટી પારડી ગામે પોતાના ઘરે પહોંચ્યા હતા. અને જાેયું તો રાત્રિ દરમ્યાન અજાણ્યા તસ્કરો ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડા ૫ લાખ તેમજ સોનાની વીંટી, બુટ્ટી તેમજ ચાંદીના સાંકળા મળી કુલ રૂ, ૬.૧૫ લાખની ચોરી કરી ગયા હતા.
અને ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં ૨૬ માર્ચના રોજ ૨૫ થી ૩૫ વર્ષની વયના બે અજાણ્યા તસ્કરો રાત્રિના ૧ વાગ્યાની આસપાસ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા હતા. ઘટના અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.HS