માંગરોળ સામૂહિક દુષ્કર્મની ઘટનાના એક આરોપીનું મોત
(એજન્સી)સુરત, સુરતના માંગરોળમાં સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ૯ ઓક્ટોબરે આ ઘટનાના ત્રણ આરોપીમાંથી બે નરાધરમ મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં તેમને શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આ આરોપીને ફોરેન્સીક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિવ શંકરને શ્વાલ લેવામાં તકલીફ થતા તેનું મોત થયું છે.
માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ.
આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો છે, જેને પકડવા કામગીરી ચાલુ છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તર પ્રદેશનો છે.
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે આઠમી ઓક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક ૧૭ વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી.
ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો.
ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ.
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ બે આરોપીને દબોચી લેવાયા છે, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો છે. ત્યારે પકડાયેલા બન્ને આરોપીઓની પૂછપરછમાં ત્રીજા આરોપીની પણ ખુલાસો થશે.
પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ હ્લજીન્ની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે.