માંગરોળ : ASI અને કોન્સ્ટેબલે આત્મહત્યા કરી
અમદાવાદ: જૂનાગઢ જિલ્લામાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એ.એસ.આઇ અને કોન્સ્ટેબલે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને એકસાથે બે પોલીસ કર્મચારીઓની રહસ્યમય સંજાગોમાં આત્મહત્યાને લઇ પોલીસતંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બંને પોલીસ કર્મચારીઓએ અલગ-અલગ સ્થળે આપઘાત કર્યો હતો.
કોન્સ્ટેબલ જયદીપ પરમાર અને એએસઆઇ સાદીક નાગોરી નામના બે પોલીસ કર્મચારીઓએ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જા કે, બંને પોલીસ કર્મચારીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ મોતનું સાચું કારણ જાણવા તપાસ કરી રહી છે. જયદીપ પરમાર માંગરોળના ઢેલાણા ગામના વતની છે. જ્યારે સાદીક નાગોરી જૂનાગઢમાં રહેતા હતા તેવું જાણવા મળ્યું છે.
આ બંને પોલીસ કર્મચારીઓએ અલગ-અલગ સ્થળોએ આત્મહત્યા કરી લીધી હતી. તેથી હવે આ બંનેએ એકસાથે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું, એક જ દિવસે બંનેની આત્મહત્યાની ઘટના સામે આવી તે એક યોગાનુયોગ છે તેને લઇને પણ હવે ભારે ચર્ચા ચાલી છે. પોલીસે પણ હવે આ સમગ્ર મામલે તપાસ આરંભી છે.