Western Times News

Gujarati News

માંઝી મહાગઠબંધનને અલવિદા કહી જદયુની સાથે જઇ શકે છે

પટણા, મહાગઠબંધનમાં સામેલ હિન્દુસ્તાની અવામ મોરચો ચુંટણીની બરોબર પહેલા એકવાર ફરી પલ્ટો બદલવીની તૈયારીમાં છે તેના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી છે જે છેલ્લા લાંબા સમયથી મહાગઠબંધનમાં પોતાની ઉપેક્ષાનો આરોપ લગાવી ગરમ નરમ થતા રહ્યાં છે હવે અનુસૂચિત જાતિ વર્ગના જ શ્યામ રજકના જદયુથી બહાર થવા પર માંઝીને જદયુમાં પોતાના માટે રસ્તો સ્પષ્ટ થતો નજરે પડી રહ્યો છે ગુરૂવારે તેઓ પોતાના પત્તા ખોલશે જદયુ હજુ બિહારમાં ભાજપનો મુખ્ય સાથી પક્ષ છે.

માંઝી છેલ્લા પાંચ સાત વર્ષથી પ્રદેશની રાજનીતિમાં પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યાં છે આ વર્ષોમાં તેમને અત્યાર સુધી કોઇ સ્થાયી જગ્યા મળી નથી હાલ તેમનું સ્થળ મહાગઠબંધન છે પરંતુ હવે તે તેનાથી પણ મુકત થવાની તૈયારીમાં છે તેનું અસલી કારણ તેમની ઉપેક્ષા છે એવો આરોપ તે ખુદ લગાવે છે મુદ્દા સમન્વય સમિતિનો હોય કે પછી લોકસભા કે વિધાનસભા ચુંટણીમાં બેઠકોની ફાળવણીનો તેમને લાંબા સમયથી રાજદ નેતૃત્વથી ફરિયાદ રહી છે.

ચર્ચા છે કે માંઝી મહાગઠબંધનને અલવિદા કહી જદયુની સાથે નવી ઇનિગ્સની શરૂઆત કરશે શ્યામ રજકના રાજદમાં ચાલ્યા ગયા બાદથી જદયુમાં માંઝીને પોતાના માટે વધુ સંભાવના નજરે પડી રહી છે હવે સવાલ એ છે કે માંઝી પોતાની પાર્ટીનું જદયુમાં વિલય કરશે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંઝધનમાં ભાગીદાર બનશે હમના પ્રકવકતા દાનિશ રિઝવાને વિલયની ચર્ચાઓને ફગાવી દીધી છે.

માંઝીને આશા છે કે જદયુની સાથે જવાથી તેમની પાર્ટીને વિધાનસભા ચુંટણીમાં ઓછામાં ઓછી પાંચ બેઠકો મળી શકે છે જદયુ અને ભાજપની વોટ બેંકના સહારે તેઓ તે બેઠકો પર જીતની સંભાવના જાેઇ રહ્યાં છે આ તમામ ચર્ચાઓ વચ્ચે ગુરૂવારે હમની કોર સમિતિની બેઠક મળી છે જેમાં પાર્ટીના નેતાઓની સાથે માંઝી ચર્ચા વિચારણા કરશે ખુબ સંભવ છે કે ત્યારબાદ તે પોતાનું વલણ જાહેર કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.