Western Times News

Gujarati News

માંડલની દિવ્યાંગ યુવતીએ દુબઈ પેરા બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

સુરેન્દ્રનગર, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી”એ ઉક્તિને અમદાવાદના માંડલ તાલુકાની દિવ્યાંગ રચના પટેલે મજબૂત મનોબળ વડે યથાર્થ ઠેરવી છે. ૨૬ વર્ષની માત્ર ૩ ફૂટ ૧૧ ઇંચની ઊંચાઈ ધરાવતી રચના પટેલે દુબઇ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ- ૨૦૨૨માં મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

અથાગ મહેનત બાદ લોન્ગેસ્ટ પ્લેન્ક હોલ્ડરની કેટેગરી હેઠળ ૨ કલાક, ૨૯ મિનિટ અને ૪૩ સેકન્ડ પ્લેન્ક કરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું છે. રચના અને તેના પરિવાર સામે અનેક મુશ્કેલીઓ આવી પણ હિંમત હાર્યા વિના આગળ વધી સફળતા પ્રાપ્ત કરી છે.આકાશની ક્ષિતિજાેને આંબવા મથતી રચના પટેલ નામની દિવ્યાંગ ખેલાડીએ આત્મવિશ્વાસના બળે ઘણી સિધ્ધિઓ હાંસલ કરીને અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

૧૯૯૬ના વર્ષમાં જન્મેલી રચના પટેલના પિતાનું નામ શૈલેષભાઇ શિવાભાઇ પટેલ અને માતાનું નામ ભાવનાબેન પટેલ અને તેઓ માંડલ તાલુકાના વિંછણ ગામના મૂળ વતની છે. આલિશાન બંગલામાં રહેતી રચના પટેલ સ્કોલિયોસીસ ( કરોડરજ્જુની ગંભીર બીમારી ) સાથે જ જન્મી હતી. રચના અગિયાર વર્ષની થઈ ત્યારે મુંબઈની હોસ્પિટલમાં એની પહેલી સર્જરી કરાવવામાં આવી હતી. આ ઓપરેશન પંદર-સોળ કલાક ચાલ્યું હતુ.

સર્જરી પછી એ કંઈ બોલી શકતી નહોતી. એ સમયે બધાંને લાગેલું કે રચનાએ વાચા ગુમાવી દીધી છે. પણ, રચનાએ હાર ન માની અને એણે બોલવાનો પ્રયત્ન ચાલુ રાખેલો અને એ બોલેલી અને પ્રથમ જ એના મુખેથી ગાયત્રી મંત્રથી શરૂઆત થયેલી. પણ, એક સર્જરીથી રચના સાજી થાય તેમ નહોતી.

અને ૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન એના પર સાત સર્જરી કરવામાં આવી હતી. આ સાથે સર્જરીઓ જાેખમી અને ખર્ચાળ પણ. આ ખર્ચનો આંકડો જે ભાવનાબેને જણાવ્યો એ લાખોનો હતો.શારીરિક ખામી હોવાના કારણે રચના શરૂઆતમાં ત્રણ જ મિનિટ પ્લેન્ક હોલ્ડ કરી શકતી હતી.પણ, એના મજબૂત આત્મવિશ્વાસથી એ એનો જ રેકોર્ડ બ્રેક કરતી જતી હતી.

એની નીચી હાઈટ અને કરોડરજ્જુનાં સાત ઓપરેશનને લીધે એને શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડતી હતી. હાથ પણ છોલાઈ જતા હતા. છતાંય, એણે નક્કી કર્યું હતું કે, એ લક્ષ હાંસલ કરીને જ ઝંપશે. હાલમાં કરોડરજ્જુમાં સળિયા અને સ્ક્રૂ સાથે જીવી રહેલી આ સાહસિક અને આત્મવિશ્વાસથી છલોછલ ગુજરાતની દીકરી રચનાનું જીવન સૌના માટે પ્રેરણાત્મક બની રહ્યું છે.

૨૬ વર્ષની માત્ર ૩ ફૂટ ૧૧ ઇંચની દિવ્યાંગ રચના પટેલે દુબઇ પેરા બેડમીન્ટન ઇન્ટરનેશનલ- ૨૦૨૨માં ગોલ્ડ મેડલ જીતી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન પામી ઇતિહાસ રચવાની સાથે ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું છે. એણે અથાગ મહેનત બાદ લોન્ગેસ્ટ પ્લેન્ક હોલ્ડરની કેટેગરી હેઠળ ૨ કલાક, ૨૯ મિનિટ અને ૪૩ સેકન્ડ પ્લેન્ક કરવા બદલ ગોલ્ડ મેડલ મેળવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યું છે.

સર્જરી પછી લાચાર બની રહેવાને બદલે એણે એક્સરસાઇઝ અને યોગ શરૂ કર્યા. આને લીધે એનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો. ત્યારે મા બાપની પ્રેરણા અને વ્યક્તિનો આત્મવિશ્વાસ કેવો ચમત્કાર સર્જે છે ! રચનાએ ચાઈનામાં એમ.બી.બીએસ.ના અભ્યાસ માટે એડમિશન લીધું.

દિવ્યાંગ રચના મનોબળની મક્કમતાથી ચાઈના વધારે અભ્યાસ માટે ગઈ.પણ, કાળમુખો કોરોના આવતાં એને ભારત પાછા આવવું પડ્યું. અહીંથી ઓનલાઈન ક્લાસ ચાલુ રાખ્યા અને અત્યારે એ છેલ્લા વર્ષમાં છે.આ અભ્યાસ પૂરો થયા પછી એ ફોરેન ગ્રેજ્યુએટ એક્ઝામીનેશન ની પરીક્ષા આપવા માગે છે કે, જેથી એ ભારતમાં ડૉક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી શકે.

રચના પટેલની સારવાર પાછળ અને અભ્યાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો છે. આ મુદ્દે જ્યારે રચનાના માતા ભાવનાબેનને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે,વતનમાં તો અમારે એકાદ બે વિઘા જ જમીન છે. એટલે અમે ખર્ચને પહોંચી વળવા અમારો બંગલો વેચી દીધો છે અને અત્યારે અમદાવાદ શાલીગ્રામમાં ભાડાના ફ્લેટમાં રહીએ છીએ.ભાવનાબહેને રણકતા અવાજે જણાવ્યું કે, ” એક શું આવા અનેક બંગલા કે હોય એટલી બધી જ મિલકત કુરબાન છે મારી રચના જેવી ડાહી દીકરી માટે !

ખરેખર, દિવ્યાંગ એટલે દિવ્ય અંગ વાળુ અને આત્મવિશ્વાસથી છલકાયેલી રચના પટેલે દિવ્યાંગ શબ્દને ખરેખર સાર્થક કર્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, હજી મારે ભારત માટે અનેકો મેડલ જીતી આપણા ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કરવાની નેમ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.