માંડલી સમરસ ગ્રામ પંચાયતમાં બીજા તબક્કાની ગ્રામસભા યોજાઇ

હેંડ પંપ રીપેરીંગ નવી આંગણવાડી પંચાયત ભવન રસ્તાઓની રજૂઆત
સંજેલી: માંડલી સમરસ ગ્રામ પંચાયતમાં સરપંચજશુબામણિયા નીઅધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઇ નવીન રસ્તાઓ રસ્તાઓ બગડેલા હેડ પંપો નવી પંચાયત ભવન જર્જરીત આંગણવાડીઓ નવી બનાવવાની ગ્રામજનોની રજૂઆત કરવામાં આવી હતી
આર્દશ ગામ તરીકે સાંસદે માંડલી ગામને દત્તક લીધુ છે સંજેલી તાલુકાની સમરસ ગ્રામ પંચાયત મંડળી ખાતે બીજા તબક્કાની ગ્રામસભા સરપંચ જશુ બામણિયા ને અધ્યક્ષતામાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન ડી બામણીયા તલાટી એલ કે ચૌધરી ડે.સરપંચ રણવીર ચંદાણા રમેશભાઇ બામણીયા રાજુભાઇ બામણીયા માંડલી પ્રાથમિક આરોગ્ય અધિકારી પંચાયતના સભ્યો આંગણવાડી કાર્યક્રર બહેનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
માંડલી ગામે નવું પંચાયત ભવન બનાવવામાં આવે જર્જરીત આંગણવાડીઓ નવી બનાવવામાં આવે અંતરિયાળ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે ઉનાળો આવતો હોય ઉનાળામાં લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે તે માટે બગડેલા હેડ પમ્પો રિપેરિંગ કરવામાં આવે સાથે સાથે નવા કુવાઓ બોર મોટર બનાવવામાંઆવે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી સરપંચ દ્વારા અધૂરા આવાસો ઝડપથી પૂર્ણ કરવા તેમજ કિશાન ક્રેડિટ તેમજ નરેગાના જોબ કાઢો બાકી હોય તો મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી માંડલી ગ્રામ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી