માંડલ ખાતે ૧૦૦ કોરોના વોરીયર્સે વેક્સીન લીધી અને અને કોઇ પણ વ્યક્તિને ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Mandal-1024x577.jpeg)
માંડલ ખાતે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી
આખા દેશના લોકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે કોરોના સામે રક્ષણ આપતા રસીકરણનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આજ રોજ રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
માંડલ ખાતે કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારી આરોગ્ય કર્મચારીઓ, આઇસીડીએસ વિભાગના કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસ નર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના ૧૦૦ કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી.
રસીકરણ બાદ કોઇપણ વ્યક્તિને આડઅસર થઇ નહોતી. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. તેમ માંડલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દિપક પટેલે જણાવ્યુ હતુ.