માંડવીમાં પારિવારીક ઝઘડામાં પતિએ લાકડાના દસ્તા વડે પત્નીને પતાવી દીધી
સુરત: માંડવીના લાડકુંવા ગામે પતિ દ્વારા લાકડાના દસ્તા વડે પત્નીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પારિવારીક ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીની હત્યા કરતા પતિની ધરપકડ કરવામાં આવી છે.
માંડવીના લાડકુંવા ખાતે મુનેશ વસાવા પત્ની સંગીતા અને બે પુત્ર સાથે રહેતો હતો અને પતિ-પત્ની ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડી સાંજે દારૂના નશામાં પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. બે વારના ઝઘડા બાદ ત્રીજીવાર ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા પતિએ ચટણી બનાવવાના લાકડાના દસ્તાના ઘા મારી પત્નીને પતાવી દીધી હતી.
પિતા દ્વારા બાળકોની નજર સામે જ માતાની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળશે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં કમર અને ગુપ્તાંગના ભાગે ઈજા થવાથી મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા પતિ મુનેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.