Western Times News

Gujarati News

“માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષી

રાજપીપલા,મંગળવાર :- સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગ અને સંસદીય કાર્ય કેન્દ્રીય
મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષીએ ગઈકાલે સાંજે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી શિશ નમાવી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષીએ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે આવેલા નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા.

નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું.

મંત્રીશ્રીની મુલાકાત દરમ્યાન નાયબ કલેકટર શ્રી શિવમ બારીયાએ તેઓનું નર્મદા ઘાટ ખાતે સ્વાગત કર્યું હતું અને જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલે નર્મદા ઘાટ,મહાઆરતી અને કોરિડોર વિશે જાણકારી પુરી પાડી હતી.

આ વેળાએ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લાના અગ્રણી શ્રી નીલભાઈ રાવ, શ્રી વિક્રમભાઈ તડવી, શ્રી ગૌરાંગભાઈ બારીયા, સહ પ્રાદેશિક વાહન વ્યવહાર અને લાયઝન અધિકારીશ્રી વી. ડી. આસલ વગેરે ઉક્ત મુલાકાતમા જોડાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.