Western Times News

Gujarati News

માઇક્રોસોફ્ટે ભારતમાં પાવર પ્લેટફોર્મ ટુ ધ વર્કપ્લેસ સોલ્યુશન રજૂ કર્યું

સંસ્થાઓને ભૌતિક કાર્યસ્થળ ઉપર પરત ફલવા સજ્જ થવામાં મદદરૂપ બનવા સોલ્યુશન ડિઝાઇન કરાયું

 માઇક્રોસોફ્ટે સમગ્ર ભારતમાં તેના પાવર પ્લેટફોર્મ રિટર્ન ટુ ધ વર્કપ્લેસ સોલ્યુશનની સામાન્ય ઉપલબ્ધતાની જાહેરાત કરી છે. પોતાની ફ્લેગશીપ પાર્ટનર સમીટ માઇક્રોસોફ્ટ ઇન્સપાયર 2020માં રજૂ કરાયેલું આ પ્રી-બિલ્ટ સોલ્યુશન સંસ્થાઓને આત્મવિશ્વાસ સાથે કામકાજના ભૌતિક સ્થળ ઉપર પરત ફરવામાં આયોજન, સંકલન અને વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ બનશે.

ઝડપી ગોઠવણ અને કસ્ટમાઇઝેશન માટે ડિઝાઇન કરાયેલું પાવર પ્લેટફોર્મ રિટર્ન ટુ ધ વર્કપ્લેસ સોલ્યુશન મોડ્યુલ્સનું એક વ્યાપક અને એન્ડ-ટુ-એન્ડ સેટ છે, જે સુરક્ષિત અને સુસંગત પ્લેટોર્મ ઉપર તૈયાર થયેલું છે. ભેગા મળીને આ મોડ્યુલ્સ એક્ઝિક્યુટિવ લીડર્સ, ફેસિલિટી મેનેજર્સ, કર્મચારીઓ તથા લીડર્સની આરોગ્ય અને સલામતી માટે એન્ડ-ટુ-એન્ડ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે. આ સોલ્યુશન તમામ પ્રવર્તમાન અને નવી પેઇડ પાવર એપ્સ લાયસન્સનો અભિન્ન હિસ્સા તરીકે તમામ કદના બિઝનેસિસ માટે નિઃશુલ્ક ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઇ શકાશે.

દેશમાં સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસિસ (એસએમબી)ને બાઉન્સ બેક થવા સક્ષમ કરવાની પોતાની કટીબદ્ધતા સાથે માઇક્રોસોફ્ટ બિઝનેસની સાતત્યતા માટે તેના બેક2બેક બિઝનેસ સોલ્યુશન બોક્સિસ સાથે પાવર પ્લેટફોર્મ રિટર્ન ટુ ધ વર્કપ્લેસ સોલ્યુશન ઓફર કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટ ટીમ અને વિન્ડોઝ વર્ચ્યુઅલ ડેસ્કટોપ સહિતની ઓફર્સ સાથે આ બોક્સ્ડ પેકેજ તાત્કાલિક, સુરક્ષિત અને સરળતાથી રિમોટ વર્કિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત છે.

કાર્યસ્થળને ફરીથી ખોલવા અથવા પરત ફરવે એ તબક્કાવારની પ્રક્રિયા રહેશે તથા સંસ્થાઓ માટે તેમના લીડર્સ અને કર્મચારીઓ સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવી આવશ્યક રહેશે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના સીઓઓ રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, “આર્થિક સુધારો શરૂ થયો છે ત્યારે સંસ્થાઓ આરોગ્ય અને સલામતી માટેની સખત નવી માર્ગદર્શિકાઓ સાથે, કર્મચારીઓ અને ગ્રાહકોની દેખરેખ અને તેમના બિઝનેસના પુનઃનિર્માણ માટે કાર્યસ્થળે પરત ફરી રહી છે. સંસ્થાની અંદર ઝડપી પ્રતિસાદ અને ઉપલબ્ધ આંકડાઓ ઉપર નિર્ણય લેવા જેવી બાબતો સચોટ અને માહિતીસભર નિર્ણય લેવા માટે અગત્યના બની રહેશે. અમારું માનવું છે કે રિટર્ન ટુ વર્કપ્લેસ સોલ્યુશન અમારા ગ્રાહકોને જવાબદારી સાથે ફરીથી કામ કરવામાં, ઇન્ટેલિજન્ટ પ્રકારે દેખરેખ રાખવામાં તથા સોલ્યુશનની મદદથી સુરક્ષિત રહેવામાં મદદરૂપ બનશે, જે કાર્યસ્થળની ઝડપથી વધી રહેલી આવશ્યકતાઓ છે.”

પાવર પ્લેટફોર્મ રિટર્ન ટુ ધ વર્કપ્લેસ સોલ્યુશનમાં નીચેની બાબતો સામેલ છેઃ

  • સ્થળની સજ્જતાઃ તેનાથી ફેસિલિટી મેનેજર્સ અને ટાસ્ક ફોર્સ લીડર્સને તેમના એકમની સજ્જતા નક્કી કરવામાં મદદ મળશે તથા અસરકારક રીતે સુરક્ષિત કામગીરી શરૂ કરી શકશે. ફેસિલિટી મેનેજર્સ અને ટાસ્કફોર્સ લીડર્સ લોકેશન રેડિનેસ ડેશબોર્ડનો ઉપયોગ કરીને કોવિડ-19 ચેપનો દર અને સપ્લાયની ઉપલબ્ધતા જેવા મહત્વપૂર્ણ પરિબળોનો ઉપયોગ કરીને ઝડપથી માહિતીસરર નિર્ણય કરી શકશે.
  • કર્મચારી આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાપનઃ તેનાથી કર્મચારીઓ સેલ્ફ-સર્વિસ ટુલથી સક્ષમ બનશે તથા તેમને સુરક્ષિત, વિશ્વાસ અને કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદ મળશે. તેઓ બિલ્ડિંગમાં પ્રવેશતાં પહેલા દૂર રહીને ચેક ઇન કરી શકશે, સેલ્ફ-સ્ક્રીન કરી શકશે, વર્ચ્યુઅલ માધ્યમથી મીટીંગ રૂમ રિઝર્વ કરી શકશે અને તે પણ મોબાઇલ એપથી પણ શક્ય છે.
  • વર્કપ્લેસ કેર મેનેજમેન્ટઃ તેનાથી કોવિડ-19 કેસના સક્રિયપણે વ્યવસ્થાપન માટે લીડર્સને આરોગ્ય અને સલામતીનું ટુલ મળે છે. સુરક્ષામાં વધારા માટે હોટસ્પોટની ઓળખ કરવામાં થર્ડ પાર્ટી સિસ્ટમ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં મદદ મળે છે, જેથી સંભવિત એક્સપોઝર નક્કી કરી શકાય છે. એક્ઝિક્યુટિવ ડેશબોર્ડ દ્વારા વર્કપ્લેસ કેર મેનેજમેન્ટ ડેટા ઉપર દેખરેખ રાખી શકાય છે.
  • લોકેશન મેનેજમેન્ટઃ તેનાથી ફેસિલિટી મેનેજર્સને સુરક્ષિત પ્રકારે સ્થળ ખુલ્લું રાખવામાં મદદ મળે છે. લોકેસન મેનેજમેન્ટ મોનિટરિંગ ઓક્યુપન્સી, હેલ્થ સપ્લાઇસ, સેફ્ટી પ્રક્રિયા અને અન્ય બાબતો ઉપર દેખરેખ રાખીને સુરક્ષિત માહોલ જાળવી શકે છે.

પાવર પ્લેટફોર્મ ટુ ધ વર્કપ્લેસ સોલ્યુશન માઇક્રોસોફ્ટ પાર્ટનર્સને ગ્રાહકોને કસ્ટાઇઝેશન અને ગોઠવણમાં મદદ અને સહયોગ કરવાની તક પ્રદાન કરે છે. તે પાર્ટનર્સને આધાર આપે છે કે જેનાથી તેઓ વિનામૂલ્યે ઉપલબ્ધ સોલ્યુશન દ્વારા ગ્રાહકોની વિશેષ જરૂરિયાતોને સાંકળી શકે અને પૂર્ણ કરી શકે છે. સ્ટોર્સ, ફેક્ટરિઝ, ઓફિસ અને શાળાઓ માટે સજ્જતા વધારવા માટે ડિઝાઇન કરાયેલું આ પ્રી-બિલ્ટ સોલ્યુશન સંસ્થાઓને સમય અને નાણા બચાવવામાં મદદરૂપ બને છે તેમજ કાર્યસ્થળને પુનઃખોલવાની પ્રક્રિયામાં જોખમ ઘટાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.