માઈક્રોસોફ્ટે બંધ કરી પોતાની દુકાનો
નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે શુક્રવારે જાહેરાત કરી કે, તે દુનિયાભરમાં આવેલા પોતાના ૮૩ રીટેલ સ્ટોરને કાયમ માટે બંધ કરી રહી છે. કંપની તરફથી અપાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, હવે તેનું ફોકસ ઓનલાઈન સ્ટોર પર હશે. કંપની રીટેલ ટીમના લોકોને સેલ્સ અને સપોર્ટ અંગે ટ્રેનિંગ આપશે અને ગ્રાહકોને પહેલાની જેમ સેવાનો અનુભવ થતો રહેશે. માત્ર ૪ સ્ટોર ખુલ્લા રહેશે, જેમાં હવે પ્રોડક્ટનું વેચાણ નથી થતું.
કંપનીએ કહ્યું કે, તે બદલાયેલી સ્થિતિમાં ડિજિટલ સ્ટોર પર ફોકસ કરશે અને ઈન્વેસ્ટ પણ કરવાનું પણ ચાલુ રાખશે. માઈક્રોસોફ્ટ દ્વારા દર મહિને ૧૯૦ દેશોના બજારમાં ૧.૨ અબજ લોકો સુધી પહોંચે છે. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ડેવિડ પોર્ટરે કહ્યું કે, કોરોના સંકટ કાળમાં ઓનલાઈન સેલ્સમાં વધારો થયો છે. અમારા પોર્ટફોલિયોમાં મોટાભાગની ડિજિટલ પ્રોડક્ટ્સ છે. અમારી ટીમે શાનદાર કામ કર્યું અને ફિઝિકલ લોકેશન પર ન જવા છતાં કસ્ટમર્સને કોઈ પ્રકારની ફરિયાદ નથી.