માખનલાલ બિન્દરુની હત્યા બાદ તેની પુત્રીએ આતંકવાદીઓને પડકાર્યા
શ્રીનગર, જમ્મુ- કાશ્મીરમાં ફરી એકવાર ગોળીબારીનો અવાજ સંભળાયો છે. મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં એક કલાકની અંદર આતંકવાદીઓએ ત્રણ અલગ અલગ સ્થળો પર હૂમલા કર્યા જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ હૂમલામાં કાશ્મીરી પંડિત અને પ્રખ્યાત ફાર્મસી બિન્દ્રો મેડિકેટના માલિક માખનલાલ બિન્દરુનું પણ મોત થયું હતું.
લાલ ચોક સ્થિત તેના પરિસરમાં મંગળવારે બિન્દરુની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સિવાય આતંકવાદીઓએ અન્ય બે સ્થળો પર પણ હૂમલો કર્યો હતો. જેમાં અન્ય બેના મોત થયા છે. બિન્દરુની હત્યા બાદ આ આતંકવાદી હૂમલાની ટીકા થઇ રહી છે. દરમિયાન, બિન્દરુની પુત્રી શ્રદ્ઘા બિન્દરુએ આતંકવાદીઓને પડકાર્યા છે.
વાસ્તવમાં માખનલાલ બિન્દરુની પુત્રી શ્રદ્ઘા બિન્દરુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પિતા કાશ્મીરી પંડિત છે, તેઓ કયારેય મરશે નહીં, આતંકવાદીઓ માત્ર શરીરને મારી શકે છે, મારા પિતા હંમેશા આત્મા તરીકે જીવશે. તેણે કહ્યું કે જાે હિંમત હોય તો આગળ આવો, તમે લોકો પથ્થર ફેંકી શકો છો અથવા તમે પાછળથી ગોળી ચલાવી શકો છો.
તમે શરીર ઉડાવી દીધું પણ હું મારા પિતાની પુત્રી છું. જાે તમારામાં હિંમત હોય તો આવો અને મારી સાથે વાત કરો. હું એક સહયોગી પ્રોફેસર છું, મારા પિતાએ સાયકલથી શરૂઆત કરી હતી, મારો ભાઇ ડાયાબિટોલોજિસ્ટ છે, મારી માતા દુકાનમાં બેસે છે, આ તે જ માખનલાલ બિન્દરુએ અમને ઘડયા છે. તે લડવૈયા હતા. તે કયારેય મરી શકતા નથી.
માખનલાલ બિન્દરુની પુત્રી શ્રદ્ઘા બિન્દરુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કાશ્મીરી પંડિત સમુદાય સહિત દેશના અન્ય ભાગોના ઘણા લોકોએ માખનલાલ બિન્દરુની હત્યા પર શોક વ્યકત કર્યો છે.
૭૦ વર્ષીય બિન્દરુ કાશ્મીરી પંડિત અને શ્રીનગરના વૃદ્ઘ રહેવાસી હતા. આતંકવાદ ચરમસીમા પર હતો અને આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી રહ્યા હતા ત્યારે પણ તેમને કાશ્મીર છોડયું ન હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હૂમલાખોરોએ માખનલાલને તેની ફાર્મસીમાં હતા ત્યારે નજીકથી માર્યા હતા. તેમણે કહ્યું કે બિન્દરુને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.SSS