નર્મદામાં નવા નીર આવતા માછીમારો પણ વ્યવસાયમાં જોતરાયા
(વિરલ રાણા, ભરૂચ) નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ૧૩૮ કરાયા બાદ છેલ્લા ૬ વર્ષમાં એકપણ વખત ડેમ ઓવરફ્લો થયો નથી કે ડેમ માંથી પાણી છોડાયું નથી.જેના પગલે નર્મદા નદી સુકીભઠ્ઠ બની હતી અને નદીના બંને કિનારા ખાતે ના જળ,જમીન અને જીવસૃિષ્ટ ઉપર ખતરાના વાદળો ઘેરાયા હતા.૬ વર્ષ બાદ પહેલી વખત નર્મદા નદી ભરૂચમાં બે કાંઠે થતા લોકોએ નર્મદાના નીરને વધાવ્યા છે.
પરંતુ હાલ માં કરજણ ડેમ માં પાણીની આવક માં સતત ઘટાડો થતાં કરજણ ડેમના ૬ દરવાજા પૈકી ૪ દરવાજા બંધ કરી દેવામાં આવતા માત્ર કરજણ ડેમ માંથી ૨ દરવાજા માંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાના પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં વધારો થતાં માછીમારો પણ નવા નીર આવતા ખુશી વ્યક્ત કરવા સાથે પોતાના માછીમારીના વ્યવસાય માં જોતરાઈ ગયા હોય તેમ નજરે પડ્યા છે.
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાના એંધાણ હતા. તો બધા જ વર્તારાઓને વટાવી મેઘરાજાએ મહેર કરી છે. ગુજરાતના ઉપરવાસમાં ભારે મેઘ વર્ષાના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. નદી, નાળા, ડેમ છલકાઈ ઉઠયા છે. નર્મદા નદીના કેચમેન્ટના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા કરજણ સહિતના ડેમો છલકાયા છે. કરજણ ડેમમાંથી પાણી છોડાયું છે.ભારે વરસાદ અને કરજણ ડેમ માંથી છોડાયેલા પાણીને કારણે છ વર્ષ બાદ પહેલી વખત ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ભરૂચમાં નર્મદા નદીના સ્તર ૧૬ ફૂટે પહોંચ્યા છે.જે ૨૨ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે.