માઝુમ કેનાલ લીકેજ થતા ગરીબ ખેડૂત પર આભ તૂટી પડ્યું
માનવસર્જિત આફતથી ખેડૂતોની હાલત દયનિય બની
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લામાં સિંચાઈ યોજના અંતર્ગત ડેમ માંથી પાણી વિવિધ કેનાલ મારફતે ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે જીલ્લામાંથી પસાર થતી કેનાલ ના નિર્માણ, સમારકામ અને સાફ સફાઈ માટે વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં
કેનાલમાં ભંગાણ સર્જાતા લાખ્ખો લીટર પાણી વેડફાટ સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો નો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા અનેકવાર મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે સિંચાઇનું સમારકામ કરતા કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગતથી સિંચાઈ વિભાગમાં દર વર્ષે કરોડો રૂપિયાનું કૌભાંડ આચારવમાં આવતું હોવાની લોક ચર્ચાએ ચકચાર મચાવી છે
કુદરતી આફતની થપાટ માંથી અરવલ્લી જીલ્લાના ખેડૂતોને હામ વળી નથી ત્યારે માનવસર્જિત આફતથી ખેડૂતોની હાલત દયનિય બની છે કોલીખડ-ગારૂડી રોડ પર આવેલી માઝુમ કેનાલ બંને બાજુથી લીકેજ થતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ થવાની સાથે કેનાલની બાજુમાં આવેલ
એક ગરીબ ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં વાવણી કરેલ ઘઉંના પાકનો સોથ વળી જતા ગરીબ ખેડૂત પર આભ તૂટી પડ્યું છે ખેડૂતે તેની ખેતી નિષ્ફળ જતા સિંચાઈ વિભાગ દ્વારા સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી.