Western Times News

Gujarati News

માટીના ગણેશજીની મુર્તી બનાવવા હાઈબ્રીડ વર્કશોપનું આયોજન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સર્વમ, ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર અને ધ ન્યુ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલે સાથે મળીને ઈકો ફ્રેન્ડલી ક્લે ગણેશા બનાવ્યા

અમદાવાદ, આપણે સૌ આપણા દુખ દુર કરવા, આનંદમાં વધારો કરવા અને આપણી પર તેમના આર્શીવાદ બની રહે તેના માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીયે છે.

ગણેશ ચતુર્થી એ એક એવો તહેવાર છે જે ભારતભરમાં ભગવાન શ્રી ગણેશની પુજા કરવા માટે ઉજવાય છે. એવા સમયે જ્યારે લોકો પર્યાવરણી પ્રેમી બની રહ્યાં છે, ત્યારે અમે ઈકો-ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ તરફ જઈ રહ્યાં છે. અમારી પોતાની માટીના ગણેશજી ની મુર્તી બનાવવા તરફ અને પ્લાસ્ટર ઓફ પેરીસ જે પાણીને નુકશાન કરે છે તેના ઉપયોગને ટાળવા માટે જાગૃતતા લાવવા આગળ વધીયે છે

આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સર્વમ, સુપ્રીમ, અસ્મીતા, ગ્રેટર, વેસ્ટ અને આદર્શ દ્વારા ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર તથા ધ ન્યુ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલ સાથે જોડાઈને હાઈબ્રીડ વર્કશોપનું 2જી સપ્ટેમ્બર 2021ના રોજ ધ ન્યુ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજન કર્યું હતું.

જેમાં 100 જેટલા લોકોએ ઓનલાઈન અને જુદાજુદા ભૈતિક વર્કશોપમાં ભાગ લીધો હતો અને તેમને પોતાના ગણેશની મૂર્તિ સાધુ માટીમાંથી સ્ટેપ બાય સ્ટેપ બનાવી હતી.

શ્રીમતી નંદીતા મુન્શો, ચેરપર્સન ફિક્કી ફ્લો અમદાવાદ જણાવે છે કે પર્યાવરણની જાળવણી અને તેના બચાવ માટે, આપણે સાથે જોડાવવું જોઈએ અને ઈકો-ફ્રેન્ડલી ઉજવણીના શબ્દનો પ્રચાર કરવો જોઈએ.

રોટરીયન તેજસ શ્રીધર, ઘ ન્યુ તુલીપ ઈન્ટરનેશલન સ્કુલના માલિક અનુભવે છે કે વિદ્યાર્થીઓને આટલી નાની ઉંમરે જોડાવાથી અને તેમને ઈકો-ફ્રેન્ડલી ઉજવણીમાં જોડવાથી તેમનો સર્વાંગી વિકાસમાં મદદ કરશે જે સમાજની શિક્ષણ, સામાજીક અને ધાર્મિક જરૂરીયાતોને પણ આવરી લેશે.

રોટરીયન ડો. ગીતીકા સલુજા એ એવી જ એક ઈકો વોરીયર છે, ચાર્ટર પ્રેસીડેન્ટ ઓફ આરસીએ સર્વમ અને ગર્વમાન ફિક્કી ફ્લોની એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટની લીડ જાગૃતતા લાવવામાં અને પોતાના માટીના ગણેશ બનાવતા શીખવા માટેના વર્કશોપનું આયોજન કરનાર જણાવે છે કે એક જવાબદાર નાગરીક તરીકે આપણે આપણા પર્યાવરણ માટે માટીના ગણેશ બનાવીને પણ કંઈક કરી શકીયે છે. પ્લાસ્ટર ઓફ પેરીસ એ નોન-બાયોડિગ્રેડેબલ હોય છે, જેમાં ઝેરી કેમીકલ્સ હોય છે જે પાણીને ખુબ જ ખરાબ રીતે અસર કરે છે.

પર્યાવરણ  એ મહત્વનો મુદ્દો છે અને આવી પહેલો જાગૃતતા લાવવા અને સમાજને જાણકાર બનાવવામાં મદદ કરે છે સાથોસાથ અમૂલ્ય કુદરતી સંશાધનોનું સરક્ષણ તરફ કામ કરતાં લોકોને મદદ કરવા આગળ આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.