માટીના વાસણમાં જમવાથી જીવનમાં કોઈ દિવસ દવાખાને નથી જવું પડતું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/poshina-1024x639.jpg)
આજના સમયમાં રોટલી બનાવવા માટે દરેક વ્યક્તિ લોખંડ અથવા નોનસ્ટીક લોઢીનો ઉપયોગ કરે છે. આધુનિક જીવશૈલી પ્રમાણે માટીનાં વાસણનો ઉપયોગ રૂટીન બહારની વાત છે પરંતુ જૂના સમયમાં તેનું ખૂબ જ મહત્વ હતું. અને લોકો માટીના વાસણમાં જ ભોજન બનાવતા હતા. પરંતુ હવે ફરી એ માટીના વાસણો એક ટ્રેન્ડ પકડ્યો છે ત્યારે એ જાણવું પણ જરુરી છે કે માટીનાં વાસણમાં બનેલા ભોજનથી કેવા ફાયદાઓ થાય છે.
ખેતરની માટી માઈક્રો ન્યુટીન્સનો ખજાનો હોય છે. જમીનમાં ઉગનાર શાકભાજી માટી ઉપર આધારિત રહે છે. જે વસ્તુ ખેતરમાં બનવા માટે જેટલો સમય લે છે તેટલો જ સમય ઘરે પકવવા માટે લે છે. આ એક પ્રકૃતિ નો સિદ્ધાંત છે. માટીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણું આ શરીર માટી માંથી બનેલું છે એટલા માટે જ આપણા શરીરમાં જે સુક્ષ્?મ પોષક તત્વોની જરૂર પડે છે તે માટીના પાયામાંથી મળી રહે છે. આપણું શરીર સળગ્યા પછી ફક્ત ૧૫ ગ્રામ માટે રાખમાં બદલાઈ જાય છે.
દરેક વ્યક્તિએ હંમેશા માટીના વાસણમાં બનાવેલું ભોજન લેવું જોઈએ. માટીના વાસણમાં બનાવેલું ભોજન જલ્દીથી બગડી જતું નથી. માટીના વાસણોમાં બનાવેલા ભોજનમાં એક પણ માઈક્રોન્યુટીન ઓછું થતું નથી. માટી, કાશું, પિત્તળ અથવા સ્ટીલના વાસણમાં બનાવેલું ભજન લેવું જોઈએ.
જે હજારો કરોડો ના માલિક તે પણ ઘરે માટીના વાસણમાં બનાવેલું ભોજન લે છે. સૌથી સારા ગણાતા એવા માટીના વાસણોથી કાચ અને કાચની અનેક વસ્તુઓ બને છે. આપણા શરીરમાં રહેલા ૧૮ જેટલા સૂક્ષ્?મ પોષક તત્વો માટીમાં હોય છે એટલા માટે માટીને આપણે માં પણ કહીએ છીએ.
માટીના વાસણમાં બનાવેલું ભોજન લેવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો દૂર થાય છે. કેટલાક લોકોને પીઠ ઉપર કોઠ નીકળી આવે છે. આ લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે. બેઠાળું જીવન હોવાથી મહત્તમ લોકોને ગેસની સમસ્યા હોય છે તો તે વ્યક્તિએ માટીના તવામાં બનેલી રોટલી ખાવી જોઇએ જેથી એ સમસ્યાથી છૂટકારો મળે છે.
માટીનાં તવા પર જ્યારે રોટલી બનાવવામાં આવે છે ત્યારે લોટ માટીનાં તત્વોને શોષી લ્યે છે જેથી તે વધુ પૌષ્ટિક બને છે આ સાથે જ તેમાં તેમાં પ્રોટીનનું પણ ભરપૂર પ્રમાણ હોવાથી અનેક બીમારીથી બચી શકાય છે જેમાં કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે. એલ્યુમીનીયમનાં તવા પર બનેલી રોટલીમાંથી ૮૭% પીતળનાં વાસણમાં ૭% કાંસાનાં વાંસણમાં ૩% પોષક તત્વો નાશ પામે છે જ્યારે ટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઇ રહે છે.