માટી અને છાણના મિશ્રણથી લીપવાની પધ્ધતિ આજે પણ ગરમીના માહોલમાં દેશી ACની ગરજ સારે

શહેરા,પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં આજે દેશી ઘરના આંગણાઓને છાણ માટીથી લીપવામા આવે છે.જેના કારણે ઘરમીથી ભારે રાહત મળે છે.આજે પણ માટીના બનાવેલા ઘરોમાં ગરમી લાગતી નથી અને ઠંડકનો અહેસાસ થાય છે. આજે પણ ઘરના આંગણાઓ છાણ અને માટીથી લીપવામા આવે છે.જેના કારણે ઘરના આંગણાઓ ચોખ્ખા દેખાય છે.આજે પણ લોકો નવા મકાનો બનાવે છે.છતા પોતાનાજુના ઘરને યાદગીરી રૂપે સાચવી રાખે છે. પંચમહાલ જીલ્લા કૃષિપ્રધાન જીલ્લો છે.
અહી રહેતો મોટા ભાગનો ગ્રામીણ વર્ગ ખેતીકામ અને પશુપાલન સાથે સંકળાયેલો છે.જેની આવક થકી તે જીવન ગુજારે છે.શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હવે માટીના મકાનો ભાગ્યે જ બનાવે છે.મકાન પર તેમજ ઘરના આંગણાઓ બનાવામા આવે છે.તેના પણ માટી અને છાણનુ મિશ્રણ કરીને તેના ગારો બનાવીને લીપવામાં આવે છે. હાલમાં ગરમી ભારે પડી રહી છે.
જેના કારણે સિમેન્ટ કે પછી પતરાવાળા મકાનોમાં ભારે ગરમીનો સામનો કરવો પડતો હોય છે.પણ જ્યા માટીના ઘર હોય કે તે ઘરના આંગણા લીપણવાળા હોય છે,ત્યા ગરમી લાગતી નથી અને ઠંડકનો અહેસાસ થાય છે,હાલમાં લગ્નગાળાની સીઝન ચાલે છે.ઘરના આંગણાઓ માટી અને છાણને ભેગુ કરીને લીપવામા આવે છે,લીપણને વધારે આર્કષક બનાવા માટે તેમાં ગેરાડુ લાલ માટીનું પણ મિશ્રણ કરવામા આવે છે,આજે પણ ગ્રામીણ વિસ્તારમા માટીની લીપણની પધ્ધતિને લુપ્ત થવા દીધી નથી.સિમેન્ટ રેતીના મકાનોમાં એસી પંખા ઠંડકનો અહેસાસ કરાવે છે.
પણ માટીની લીપણ પધ્ધતિ જાણે કુદરતી એસીની ગરજ સારે છે.આજે પણ ગ્રામીણ વિસ્તારમાં લોકો પાકા મકાનો બનાવી રહ્યા છે.પણ તેમના જુના માટીના લીપણવાળા મકાનોને સાચવી રાખ્યા છે.શહેરમાં વસતા ગ્રામીણો જ્યારે પણ ગામડે આવતા હોય ત્યારે માટીવાળા મકાનોમાં રહેવાનો આનંદ લેતા હોય છે.ઘણા પરિવારજનો પોતાના સંતાનોના લગ્ન સહીતના સામાજીક પ્રસંગો પણ ઉજવાતા હોય છે.આજે પણ આ ગ્રામીણ વિસ્તારમાં માટીના ઘરો અને આંગણાઓમાં માટીનું લીપણ જાણે દેશી એસીની ગરજ સારે છે.