માણાવદરના જાંબુડા રોણકીમાં પાંચ ઇંચ વરસાદ
માણાવદર પંથકમાં આકાશમાં પ્રચંડ કડાકા ભડાકા ગર્જના બાદ શહેરમાં વરસાદ ચાલું થયો હતો જેને જોત જોતામાં જાંબુડા તથા રોણકી ગામ બાજુ 2 થી 3 ઇંચ વરસાદ એક કલાકમાં વરસાદી માહોલ ઝંઝાવાતી બનીને પ્રચંડ કડાકા ભડાકા ગર્જના એ સમગ્ર પંથકને ધૃજાવી દીધું હતું જોત જોતામાં રીતસર અનરાધાર વરસાદે સમગ્ર પંથક જાંબુડા રોણકી બાજુ ના વિસ્તાર ને ધમરોળી નાંખ્યું એક કલાકમાં પાંચ થી વધુ વરસાદ થી ચેકડેમો નદીઓ બેફામ પાણીથી છલકાયા જાંબુડા જવાનો રસ્તો બંધ કરી દીધો ત્યાંથી બધુ જ પાણી છલકાય ને શહેરના સૌથી લાંબા વિસ્તાર એવા રસાલા ડેમ જે કોરો ધાકોડ હતો પરંતુ આસપાસ તો ધોડાપુર આવીને ચેકડેમો સ્મશાન પાછળ નો ચેકડેમ અતિભારે પ્રવાહથી વહીને રસાલા ડેમ ને ભરી દિધો હતો
લોકોએ અચાનક આવેલા ધોડાપુર થી સફાળા જાગી ગયા હતા કેમકે વરસાદ ના પ્રથમ વખતના ધોડાપુર પૂર જોવાની આહલાદક વાતાવરણ મા ઠંડક ગરમીમાં રાહત સાથે અનેરો નજારો હતો તો વેળવા માં સાડા ચાર ઇંચ વરસાદ થી પાણીની નદીઓ વોંકળા બેફામ વહીને જીલાણાના પાદરમાં પહોચ્યા સણોસરા 3.5 ઇંચ ગળવાવ 4.5 ઇંચ વરસાદથી ભાલેચડા ગારી વહી હતી શહેરમાં માત્ર 28 એમ એમ વરસાદ નોંધાયો હતો ગ્રામ્ય વિસ્તાર માં ભારે વરસાદ થી નાના મોટા ચેકડેમો માં ભારે પાણી આવ્યા ખેતરો જળબંબાકાર થઇ ઉઠયા છે