Western Times News

Gujarati News

માણાવદરના ડો. વિધિ પટેલ ચાર માસના બાળક ને મૂકી લોકોની સેવામાં જોડાયા

મનુષ્યત્વનું મનુષ્યત્વ સ્ત્રી ને જ આભારી છે. સ્ત્રી આદર્શની પ્રતિમા છે. ભારતીય આર્યનારીએ જો પોતાના ધર્મ અને પોતાના આદર્શ છોડયા હોત તો ભારતવર્ષની સંસ્કૃતિના પાયા ડગમગી ગયા હોત. સ્ત્રીના અનેક રૂપોમાં માતાનું રૂપ અતિ ઉચ્ચ કોટિનું અને અમૂલ્ય છે. સ્ત્રી જયારે બાળકને જન્મ આપે છે એ સમયે સમગ્ર પ્રક્રિયામાં ફક્ત બાળકનો જ જન્મ નથી થતો પણ એક માનો પણ જન્મ થતો હોય છે. એક જનેતાનો જન્મ થતો હોય છે. અને માતા માટે બાળક સર્વસ્વ બની જંતુ હોય છે. પણ જો તેને અળગુ કરવા કોઇ પ્રેરાય તો સ્ત્રી જગદંબા બની જાય છે. પરતું અહી ચાર મહિના ના નવજાત શિશુને પોતાનાથી અળગુ રાખી એક સ્ત્રી કોરોના સામે લડતમાં સામેલ થઇ છે. તેનું નામ છે ડો. વિધીબેન પટેલ ( શુકલ)

માણાવદરના આ મહિલા ડોક્ટર ને ત્યાં બાળક નો જન્મ થયો અને કોરોના મહામારી ને કારણે તેમની મેટરનીટિ રજા પૂરી થઇ અને વધું રજા લીધા વગર આ મહિલા ડોક્ટર તરતજ ચાર મહિના બાળક ને ધર પર પરિવાર ની સંભાળમાં છોડી બાંટવા ખાતે પી. એચ.સી. સેન્ટર માં પોતાની ફરજ માં હાજર થઇ ગયા બન્ને પતિ પત્ની ડોક્ટર હોવાથી બન્ને રોજ વહેલી સવારે પોતાની ફરજમાં નીકળી જાય છે. બાળકને અત્યારે માતાની ખાસ જરૂર છે.પણ કોરોનાયે માતા અને સંતાન વચ્ચે દીવાલ ઊભી કરી દીધી છે. ડો. નિકુંજ શુકલ અને ડો. વિધીબેન કહે છે કે અત્યારે દેશને સેવાની જરૂર છે. બાળક તો પરિવાર પાસે રહીને પણ ઉછરી શકશે પણ કોઇ દર્દી ડોક્ટર ના અભાવે ન રહેવો જોઈએ. (તસ્વીર- જીજ્ઞેશ પટેલ માણાવદર )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.