માણાવદરના બાંટવા શહેરમા તેજગતિએ ચાલતા વિકાસ કામો
માણાવદર તાલુકાના બાંટવા ગામમાં ભાજપ શાસિત પાલિકા દ્વારા બાંટવા શહેરના જુદા જુદા વિસ્તારમાં જેવા કે માણાવદર – બાંટવા મુખ્ય રોડ નાનડીયા – બાંટવા મુખ્ય માર્ગ તેમજ રાજપૂત વાસની અંદર ની શેરીઓ જેવા જુદા જુદા અંદાજે એક કરોડ જેવી માતબર રકમના કામ પ્રગતિ હેઠળ છે અને હજુ એક કરોડના ના કામ મંજુરી માં મોકલેલ છે.
બાંટવા બાયપાસ પર નવા ગેટનુ તેમજ બાયપાસ પાસે આવેલ શિવપાર્ક બગીચાનું દાતાશ્રીના સહકારથી નવીનીકરણ કરાવાનું કામ ચાલું છે અને અગામી સમયમાં જે વિસ્તારમાં જરૂર હોય ત્યાં સી.સી.ટીવી. કેમેરા લાગાડવામાં આવશે તેમજ નવી પાણી ની લાઇનો વગેરે ના કામોનું આયોજન પણ થઇ ગયા છે આ બધા કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે જવાહરભાઈ ચાવડા ની ગ્રાન્ટમાંથી સીતાણા ગારી નામે ઓળખાતા રોડ ની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે જે કામ પણ ટુંક સમયમાં શરૂ થઇ જશે
આ બધા વિકાસ કામો બાંટવા નગરપાલિકા પ્રમુખ ટીનાબેન જેઠવાણી, ઉપ પ્રમુખ રાજકુમાર વાધવાણી તેમજ ચીફ ઓફિસર એમ. એમ. વાધેલા તેમજ તમામ સાથી સદસ્યો અને કર્મચારીઓ અને આગેવાન ની દેખરેખ નીચે સારી ગુણવત્તા કામો થઇ રહ્યા છે તેમજ પ્રજાલક્ષી કાર્ય થાય તેની સતત કાળજી લેવામાં આવી રહી છે.
બાંટવામાં સફાઇ ,પાણી, ગટરની વ્યવસ્થા પણ સારી રીતે ચાલે તેની પણ પ્રમુખ – ઉપ પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે. જનતાને ઓછી અગવડતા પડે તેની પણ ખાસ ચિંતા કરાઇ રહી છે.