માણાવદરના લોકસેવક અને પત્રકારોએ સૌરભસિંધનું સન્માન કર્યું
જુનાગઢ જિલ્લાના એસ.પી. સૌરભસિંધ ની બદલી થતા શુભેચ્છા મુલાકાત કરતા શ્રી જેઠાભાઈ પાનેરા. જુનાગઢ જિલ્લાના હોનહાર એસ.પી ની બદલી થોડા દિવસ પહેલાં કચ્છ જીલ્લા મા થયેલ આજે વિવિઘ સંસ્થા ઓ દવારા એસ.પી.સૌરભસિંઘ નુ સન્માન કરવામાં આવેલ હતું
ત્યારે માણાવદર તાલુકા ના જાણીતા લોકસેવક અને ગુજરાત રાજય હેન્ડ લૂમ બોડૅ ના માનદ્ મંત્રી શ્રી જેઠાભાઈ પાનેરા તેમજ માણાવદર ના યુવા પત્રકારો શ્રી હિતેષ પંડયા તથા જીજ્ઞેશ પટેલ પણ એસ.પી સૌરભસિંઘ સાહેબ ને શાલ બુકે તેમજ ભગવાન શ્રી સિધ્ધેશ્વર મહાદેવ ની સ્મૃતિ ચિન્હ આપી અને સન્માનિત કરીયા હતા જીલ્લા મા કરેલ અકલ્પનિય કામગીરી અને જીલ્લા ની રાત દિવસ સતત ચિંતા કરી હતી.
અને શ્રી જેઠાભાઈ પાનેરા એ કહેલ આપ સાહેબ ને હજુ એક વષૅ એસ.પી.તરીકે કાર્યરત રહેવાની જરૂર હતી. આપ જેવા કર્તવ્યનિષ્ઠ અધિકાર ની બદલી થી સારા માણસો ને બહુજ ખોટ ગયેલ છે.અને જેઠાભાઈ એ એમ પણ કહેલ કે સાહેબ આપણી દોસ્તી આ ખુરશી સુધી ની નોહતી આપણી મીત્રતા તો જીંદગી ભરની રહેવાની છે.
ત્યારે એસ.પી.સૌરભસિંઘે પણ જેઠાભાઈ નો આભાર માન્યો હતો અને કહેલ કે તમારા જેવા વડીલ અને સજ્જન માણસો નો મને સાથ અને સહકાર બહુ મળેલ છે.અને જેઠાભાઈ ને કહેલ કે આવનારા એસ.પી શ્રી રવી તેજા મારા થી પણ સારી કામગીરી કરશે કડક અને બાહોશ અધિકાર છે. આ પ્રસંગે જેઠાભાઈ પાનેરા નો એસ.પી.સૌરભસિંઘ એ દિલ થી આભાર માન્યો હતો. અને કહેલ કે મારા જેવું કામકાજ પડે ત્યારે મને યાદ કરજો.