Western Times News

Gujarati News

માણાવદરની વીજકચેરીની ફોલ્ટ ઓફિસ ખસેડાશે તો આંદોલનના મંડાણ થશે 

(જીજ્ઞેશપટેલ દ્રારા ) ગુજરાતભરમાં જેમની કામગીરી અત્યંત સંવેદનશીલ અને હકારાત્મક ગણાવાઇ છે તેવી માણાવદર ની વીજ કચેરી જનતામાં પણ વખણાઇ રહી છે. માણાવદર ની આ વીજકચેરી ઇનામનેપાત્ર હોવા છતા તાજેતરમાં જ તેની વીજ ફોલ્ટ ઓફિસ અન્યત્ર સ્થળે ખસેડવાના સમાચાર થી વીજકર્મીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

આ અંગે માણાવદર સબ ડિવિઝન એક ના કાર્યરત લાઇન કર્મચારી તથા ટેકનીકલ કર્મચારીઓએ પોતાની નારાજગી દર્શાવતુ એક આવેદનપત્ર નાયબ ઇજનેર ડી.એન. રૂપારેલીયા તથા કાર્યપાલક ઇજનેર જૂનાગઢ ને મોકલી જણાવેલ છે કે આ કચેરીની ફોલ્ટ ઓફિસ જેટકો દ્રારા અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા ચાલું થઇ ગઇ છે.

હાલમાં જે જગ્યાએ ફોલ્ટ ઓફિસ અને સ્ટોર છે ત્યાં બાજુમાં બધાજ ફિડર અર્બન તથા જે.જી.વાય.ફિડરો ત્યાંથી જ પસાર થતા હોય અને કાંઇ પણ આકસ્મિક ફોલ્ટ થાય તો તરત જ ફોલ્ટ ઓફિસમાં બેઠેલા ઓપરેટર ને ખ્યાલ આવી જાય છે અને તે ફિડર ને બંધ કરી અકસ્માત થતો નિવારી શકે છે.

આ ઓફિસ ની બાજુમાં જ સબસ્ટેશન આવેલ હોય જેથી તેમની સાથે સીધો જ સંપર્ક થઇ શકે વળી આ ઓફિસ જ્યા ખસેડવાની છે ત્યાં સબ ડિવિઝન બે ની ઓફીસ પણ છે અને પૂરતી જગ્યા ન હોય વળી વીજબીલ ભરવા ગ્રાહકોના જમાવડો થતો હોવાથી ગીચતા વધી જવાથી પણ પરેશાની થઈ પડે તેમ હોવાથી આ ઓફિસ તથા સ્ટોર ખસેડવો યોગ્ય નથી અને જો ખસેડવામાં આવશે તો આંદોલન ના મંડાણ થશે તેમ જણાવ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.