માણાવદરમાં અનસુયા ગૌધામ દ્વારા કર્મચારીઓને પારિતોષિક આપી સન્માન કરાયા
(પ્રતિનિધિ) માણાવદર, ગીર ગાયનું સંવર્ધન કરતું માણાવદર નું એક માત્ર કેન્દ્ર ‘અનસુયા ગૌધામ’ ખાતે ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ મુલાકાત લઇ તેઓએ ગીરની ગાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ગીર ગાયોના દૂધ -ઘી- છાશ- માખણ શરીરને નિરોગી બનાવે છે તે અંગે લોકોને સમજણ આપી હતી.
મૂળ મુંબઈના અને હાલ માણાવદર શિફ્ટ થયેલા આ ગૌશાળાના પ્રેરણાદાયી એવા મેઘનાબેન શેઠ તથા હિતેન શેઠે ગીરગાય વિષય અંતર્ગત સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અનસુયા ગૌધામના ૨૮ કર્મચારીઓના મોમેન્ટ પારિતોષિક આપી જાહેર સન્માન કરવામાં આવ્યા હતા ગૌધામના મૂળમાં આ કર્મચારીઓનો મોટો સહયોગ રહ્યો છે.
આ તકે શ્રીમતી કલ્પનાબેન ગાંધી દ્વારા અનસુયા ગૌધામનો લોગો તથા મેઘબિંદુ ઘી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના વિકાસમાં પરોક્ષ કે અપ્રત્યક્ષ રહેલા શહેરના નામાંકિત નાગરિકો જેવા કે નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ર્નિમળસિંહ ચુડાસમા,
તથા દેવજીભાઇ ઝાટકીયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહેશભાઈ જસાણી, સામાજિક કાર્યકર અને યુવા પત્રકાર જીગ્નેશ પટેલ, ડો.રાઠોડ સાહેબ, એડવોકેટ શૈલેષ પંડ્યા, પારસભાઈ બામરોટિયા, વિજય મશરૂ ગોંડલના ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ તથા અન્ય આગેવાનોએ શાલ ઓઢાડી તથા મોમેન્ટ આપી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ઈમ્તિયાઝ કાજી, ગીરીશભાઈ સોમૈયા, શાંતીબેન રબારી, મેઘના શેઠ, કલ્પનાબેન ગાંધી વગેરે પ્રાસંગિક પ્રવચનોમાં આ સંસ્થા વિશે માહિતી આપી હતી અને મુંબઈની કમાણી માણાવદરમાં સમાણી તેમ કહી શાંતીબેન રબારીએ સંસ્થાનું પ્રવર્તમાન આખું ચિત્ર રજૂ કર્યું હતું હિતેનભાઈ શેઠ, અનસુયાબેન શેઠ, મેઘનાબેન શેઠ, વગેરે આમંત્રિતોનો આભાર માન્યો હતો