માણાવદરમાં માસ્ક વગર અવરજવર કરતા વાહનચાલકો સામે પોલીસે કરી લાલ આંખ
ભારત સરકાર દ્રારા કોરોના વાયરસને લઇને 70 દિવસ લોકડાઉન બાદ અનલોક એક ની જાહેરાત કરી હતી જેમાં નિયમો ને આધિન મોટાભાગના ધંધા રોજગાર માટે છૂટી આપવામાં આવી છે જેને પગલે માણાવદર શહેરમાં લોકોની અવરજવર વધી છે. અને મુખ્ય બજાર તેમજ વિવિધ જગ્યાઓએ લોકોની ભીડ જોવા મળી રહી છે
ત્યારે જિલ્લા કલેકટર દ્રારા પરિપત્ર બહાર પાડી અનલોક એક માં છૂટી આપવાની સાથે માસ્ક ફરજીયાત પહેરવા સૂચન કર્યું હતુ તેમ છતાં ધણા લોકો બજારોમાં માસ્ક વગર ફરતા હોય નિયમોનું સારેઆમ ઉલ્લંઘન કરતા હોય છે જેને લઇ આજરોજ માણાવદર પીએસઆઇ પી.વી.ધોકડીયા એ બહારપરા વિસ્તારમાં માસ્ક ના પહેરી નિયમનું પાલન ના કરનાર રાહદારીઑ તેમજ વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી અને 40 જેટલા લોકોને નિયમોનો ભંગ કરનારા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ પાસે 200 રૂપિયા લેખે 8000 નો દંડ વસુલવામાં આવ્યો હતો
આ કામગીરી માં માણાવદર પોલીસ સ્ટેશન ના પો.કો. વિજયભાઈ કારાવદરા પો.કો. કરમણભાઇ ચાવડા, વિક્રમભાઇ ગરચર જોડાયા હતા આ કડક કાર્યવાહી ને પગલે વાહનચાલકો અને રાહદારીઑ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો