માણાવદરમાં વિધવા બહેનોને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી
દિવસે દિવસે કોરોના વાયરસે પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ન માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે ગરીબો ને જીવાડવા અને તેમની ભુખ ઠારવા માટે દેશની માનવતા જાગી ગઈ છે.
માણાવદર નગરપાલિકાના વોર્ડ નં 3 ના સભ્ય ગીતાબેન મકવાણા અને દક્ષાબેન કંરગીયા દ્રારા આજે વિધવા બહેનોને 60 અનાજ કરીયાણાની કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ ની અંદર ખાંડ, ચા ,ધંઉ, બાજરો, ચટણી, હળદર, ચોખા , તેલ , આ રીતે 15 વસ્તુઓની કીટ બનાવી વિધવા બહેનો તેમજ જરૂરિયાત મંદ લોકોને ધરે ધરે જયને કીટ આપવામાં આવી હતી આ તકે નગરપાલિકા ના સદ્સ્ય નિર્મળસિંહ ચુડાસમા તેમજ અરજણભાઈ કરંગીયા , જીજ્ઞેશભાઇ છૈયા, રમેશભાઈ જલુ વગેરે પણ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર -જીજ્ઞેશ પટેલ)