માણાવદરમાં હોળી ધુળેટી પર્વ બજારમાં મંદી
હોળી અને ધૂળેટીનાં તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે.ત્યારે ધુળેટી પર્વ રંગોનો છંટકાવ માટે લોકો પિચકારીઓ ઉપયોગ કરતા હોય છે. આના કારણે માણાવદરની બજારમાં અવનવી પીચકારીઓ ની માંગ હોય છે. આધુનિક યુગના સમયે માણાવદર ની બજારમાં અવનવી વેરાયટીઓની પીચકારીઓ તો વેપારીઓ એ મંગાવી છે પણ બજારમાં ધરાકી ના હોવાથી વેપારીઓ મુંઝાયા છે. સાવ નવરાધૂપ વેપારીઓ પોતાની દુકાન માં નવરા બેઠા જોવા મળી રહયા છે. માણાવદર ની બજારમાં અવનવી પીચકારીઓ ના સ્ટોલ તો જોવા મળે છે પણ બજારમાં મંદી હોવાનું વેપારીઓ જાણવી રહયા છે. ખાસ તો પાકા રંગોથી ના રમવું અને અબીલ ગુલાલથી રમવા વેપારીઓ એ અનુરોધ કર્યો છે