માણાવદરમાં 300 કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
વેળવા, વેકરી, સીતાણા,ભીંડોરા, લીંબુડા માંથી ભાજપ કાર્યકરો જોડાયા હોવાનું કોંગ્રેસનું નિવેદન
આજરોજ માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પટેલ સમાજ ખાતે તાલુકા તથા જિલ્લા પંચાયત ની ચુંટણી અનુસંધાને બપોરનાં ત્રણ વાગ્યે મીટીંગ યોજાયેલ તથા માણાવદર તાલુકા કોંગ્રેસ પાર્ટી નુ ચુંટણી કાર્યાલય બેંક ઓફ બરોડા સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયાના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં તાલુકાભરના કાર્યકરો હાજર રહેલ
માણાવદર ના જીજ્ઞેશભાઇ છૈયા ની ઓફીસથી ભરતભાઈ ડાંગર વેડવા ગામના ૧૦૦ જેટલાં ભાજપ કાર્યકરો મોટરસાયકલ રેલી કાઢી આજની મીટીંગ ખાતે હાજર રહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડા, જિલ્લા ચુંટણી પ્રભારી હરીભાઇ પટેલ ક્રિષ્ના પાર્ક રાજકોટ, જિલ્લા મહામંત્રી કિશોરભાઈ હદવાણી, મનોજભાઈ જોષી, સુરેશભાઇ મોરી,
ચંદ્રેશભાઇ સવસાણી રાજકોટ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપભાઇ જશાણી, તાલુકા યુવા દળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા, તાલુકા સેવાદળના પ્રમુખ અરવિંદભાઈ હુંબલ તથા તાલુકા કોંગ્રેસ આગેવાન હરેશભાઈ છૈયા ની હાજરીમાં કોંગ્રેસ પક્ષના ચિન્હવાળો ખેસ પહેરી પ્રવેશ મેળવ્યો હતો
તથા સિતાણા ગામે થી રાજુભાઈ સોલંકી ૧૦૦ કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસ માં પ્રવેશ મેળવ્યો આ તકે મીટીંગ માં ઉપસ્થિત તમામ કાર્યકર ભાઇઓએ તથા આગેવાનો દ્વારા દ્રઢપણે આવનારી જિલ્લા તાલુકા ની ચુંટણી કોંગ્રેસ પક્ષ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો